________________
૪૮
અધ્યાય-૫
,
આનંદી લક્ષ્મીપતિ.
હાથના પંજાની ઉર્ધ્વરેખા વચલી આંગળીને મુળની નજીકમાં દેખાતી હોય તે તે મનુષ્ય પત્નિપરિવારવાળે આનંદી લક્ષ્મીપત થાય. સતપી.
હાથના પહેચાના થડમાંથી એક રેખા નીકળીને ટચલી આંગળીના મુળને મળતી હોય તે તે માણસ ધ રોજગાર ખેડી, કેટલુંક ધન એકઠું કરી જીદગી પર્યત સંતોષકારક રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવે. વિદેશમાં વસનાર દીર્ધાયુષી.
જેના હાથની ટચલી આંગળીના મુળની નજીકમાં ઉર્ધ્વરેખા સરખી રેખા દેખાતી હોય તે માણસનું આયુષ્ય સે વર્ષનું માનવું, ને વાસ વિદેશમાં જાણો. લક્ષણસૂચક રેખાઓ.
જે માણસના હાથના પંજાની ટચલી આંગળીના થડમાં એક કાપા સરખી રેખા હોય તે મનુષ્ય યજ્ઞકર્તા, બે રેખાથી દાતાર, ત્રણ રેખાથી જ્ઞાવાન, ચાર રેખાથી રાજવૈભવી, પાંચ રેખાથી વિદ્વાન, છ રેખાથી સભામાં પ્રતિષ્ઠા પામનાર, ને સાવ રેખાઓથી દરિદ્રતા ભોગવનાર બને. આ મુજબ ટચલી આંગળીના મુળમાં પ્રાણીમાત્રના જન્મનાં સુખદુઃખ અને જ્ઞાન ઇત્યાદી સકળ લક્ષણે એ રેખાઓ પરથી જણાય છે. ધર્મ, અર્થ ને કામ.
જે મનુષ્યના હાથના પંજાની ટચલી આંગળીના મુળની નીચે ત્રણ રેખાઓ દેખાતી હોય તે તેને ધર્મ, અર્થ ને કામની નિશાની માનવી. આ ત્રણ અકૃતિઓ ધર્મ, અર્થ ને કામની પ્રાપ્તિસૂચક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com