________________
૧૮૦
અધ્યાય-૧૬
- -
-
-
- -
,
,
,
, ,
(૧) મૃત્યુ પંચક
આ મૃત્યુપંચકને વિવાહના કાર્યોમાં બુધવાર અને શુક્રવારને દિવસે બિલકુલ ત્યાગ કરવું, પણ તે ઉભય વિના અન્ય વાર હોય તે સાયંકાળને સમય ત્યાગ કરે. (૨) અપિચક.
આ અગ્નિ પંચકને મકાનનાં દસ્તાવેજી ખતપત્રો, ઘરનું વાસ્તુમુહુર્ત અને નિવાસસ્થાનને પાયે ઇત્યાદિ કાર્યો કરવાં હોય તે સમયે ત્યાગ કરવું. મંગળવારના દિવસે તે અવશ્ય જ ત્યાગ કરવું. (૩) નિત્યપંચક.
આ નિત્યપંચકને કોઈ પણ શુભ કાર્યને માટે સર્વ પ્રકારે સાનુકુળ માનવામાં આવે છે, તેથી તેમાં માંગલિક કાર્યો કરવાને ધર્મશાસ્ત્રને બાધ નથી. (૪) રાજપંચક.
આ રાજપંચકને રાજામહારાજા, અમીર ઉમરાવ કે શ્રીમંત શેઠશાહુકારને ત્યાં પ્રથમ નોકરી રહેવાના સંબંધમાં ત્યાગ કરવું. મુખ્યત્વે કરીને સોમવાર તથા શનિવારના દિવસે તે તે અવશ્યજ વજર્ય ગણવું. (૫) ચારપંચક.
આ ચારપંચકને વણજગ્યાપાર તથા ઉદરનિર્વાહાથે નેકરીચાકરી માટે દેશપરદેશ વિદાય થતી વખતે કિંવા ધર્મધામની યાત્રા કરવાને ગૃહ બહાર આંગણામાં નિકળતાં ત્યાગ કરવું. તેમાંય તે દિવસે જે ગુરૂવાર અથવા મંગળવાર હોય, તે તેને અવશ્ય વજર્ય કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com