________________
પ્રશ્નસામુદ્રિક
૧૬૯
મનવાંછિત ફળ આપશે. આપ બ્રહ્માણીની ભકિત કરજે. એથી માપનું બુદ્ધિબળ પ્રભાવશાળી બનશે અને આપના ભાવિને સિતાર ચમકશે એવું કમળાલક્ષ્મી કહે છે.
જગદધાત્રિ, આપના પ્રશ્નનો ઉત્તર સામાન્ય શ્રેણિને હોવાથી આપે લક્ષમાં લીધેલું કામ પાર પડશે નહિં, એટલે અન્ય કાર્ય કરવાની પેરવી કરજે. આપના હૃદયમાં મહાન મંથન થયાં કરે છે અને આપે અવિચારીપણે ઉતાવળિયા સ્વભાવે કરેલા કામોમાં મળેલી નિષ્ફળતાથી અત્યારે આપને પુષ્કળ પશ્ચાતાપ થાય છે. આપનું દિન માન મધ્યમ કરિનું છે. શનૈશ્ચરની સેવા કરશે અને વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે. એથી આપની ઉપરનાં આપત્તિનાં વાદળો વિખરાઈ જશે. આપને પૈસાની પ્રાપ્તિ થશે. શિવપાર્વતીનું વ્રત કરો, એથી આપને ગૃહમંદિરે પત્રરત્નનું પારણું બંધાશે અને કુળવંશની વૃદ્ધિ થશે. ચિત્તની ચિંતાનો નાશ થશે અને શનિમહારાજ પ્રસન્ન થતાં આપને ભાગ્યોદય થશે. એની એંધાણી આપની અર્ધાગના અસત્યવાદિની છે એમ જણાત્રિદેવી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com