________________
દેવસામુહિક
૧૧૧ ધર્મગુરૂ
જે મનુષ્યને બુધના વેઢે લાખે ને લેહિયાળ, ચંદ્રગ્રહ ને સૂર્યગ્રહનાં સ્થાન ઉપસેલાં ને માંસાળ, સૂર્યની આંગળી સશકત તથા જાડી, અંગુઠે અશકત ને પચે તથા ગુરૂગ્રેહ ને શનિગ્રહનાં સ્થાનોની મધ્યમાંથી પસાર થતી મનરેખા હેય, તે એ માણસને ધર્મસ્થાનનો ધર્મગુરૂ જાણ. ગાયકવાદક.
જેની હથેળીમાં થનું સ્થાન ઉપસેલું હોય, આમળીએ મુલાયમ હોય ને અંગુઠા સુકોમળ હોય, તે તે માણસ ગાયનને ગાયક ને વાઘને સારે વાદક હોય. ગાવા બજાવવાની કુશળતા કુદરતે તેને અપી હોય છે. સિપાહી.
જે મનુષ્યના પંજાની આંગળીઓ નાનકડી, ચપટી, પાતળી કે રસ હોય છે, હથેળીમાં મંગળ ને બુધનાં સ્થાનો સબળ હોય છે ને અંગુઠો વજનદાર હોય છે, તે તે ચિહ્નો માણસની સિપાહીગીરી સૂચવે છે. ખેડુ કે જમીનદાર.
જે મનુષ્યને સખ્ત હાથ, ચોખંડી હથેળી. લાંબી શનિની આંગળી તથા તેનો બીજે લાખે વેઢે હોય. તે માણસ કૃષિકાર અથવા જમીનદાર હોય એમ સૂચન થાય છે. મોચી, દરજી.
જેના હાથમાં સૂર્ય-બુધની આંગળીઓ તથા સ્થાને ખાસ કરીને ઉપસેલાં તેમજ માંસાળ ને લોહિયાળ હોય, તે માણસ બહાથ પગરખાં બનાવનાર કે કપડાં શીવનાર હોય એમ જાણવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com