SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨ : થઇ, તેની પાછળ રાજ્યમાતા અને રાજ્યના વફાદાર સુભટ નં. પણ એથમાં છુપાઇને ઊભા છો. ܀ મેઘનાદની જેમ ગર્જના કરતી મહારાણી મદનસેનાએ કેાઇ દિવસ નહિ અને આજે જ અત્યંત ક્રોધિત બની રાજાને કહ્યું કે-“ રાજન ! તમારી ધારેલ વસ્તુ કદાપિ કાળે સફળ થઇ શકે તેમ છે જ નહિ. પરમ પવિત્ર વિદુષી સાધ્વીના શિયળના ભક્ષણાર્થે આ જાતને પ્રપંચ એ અવન્તીપતિને માટે શરમાવા જેવુ' છે. રાજન્ ! અવતીના પાયતખ્ત ઉપર રાજ્ય કરનાર દરેક રાજવી દેવાંશી અને ક્ષત્રીયવટને છાજતે જ હાવા જોઇએ. તેનુ વત્તન એક પ્રજાપાલક રાજવી તરીકે એવુ તેા પરમ પવિત્ર અને નિમળ રહેવુ જોઇએ કે જેનુ' અનુકરણ સમસ્ત ભારત કરી શકે. રાજન ! પ્રભુએ આપને કઈ જાતની ન્યૂનતા આપી છે કે અતૃપ્ત સ્થિતિ અનુભવી તમે અપેાગતિને પ્રાપ્ત થઇ રહ્યા છે ? “ડે સ્વામિનાથ ! આ અવન્તીની ગાદીને પૂ પ્રતાપ અને તેની ઉપર થઇ ગએલ રાજવીઓના પૂર્વકાલીન ઇતિહાસ તરફ નજર કરે. આ જ પાટનગરના રાજવી સમ્રાટ્ સ'પ્રતિ જેવાએ સમરત ભારતમાં જૈન ધર્મોના પ્રચાર અર્થે એવી તા સુદર અમર કીતિ - ને પ્રાપ્ત કરી છે કે જેમની અમર નામના રવિઉદયની જેમ અમરતાને પ્રાપ્ત થઈ છે. “રાજન્ ।આ જ પાટનગરમાં થએલ ભદ્રા શેઠાણીના સુપુત્ર અવન્તીસુકુમારના ચરિત્રનું સ્મરણ કરી કે જેણે માત્ર એક જ દિવસની દીક્ષા પાળી બારમા દેવલેાકની ઋદ્ધિ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સમ્રાર્ કરી. તે અનન્તીસુકુમારના સ્મરણાર્થે' તેના સુપુત્ર મહાકાળે અવન્તીમાં અવન્તી પા નાથનું પ્રભાવશાળી ને ભવ્ય જિનાલય મધાવી જૈન ધમની કીર્તિ પર સુવર્ણ કળશ ચઢાવ્યા હતા. “સમ્રાટ સ’પતિએ ખાસ રત્નજડિત રથ બનાવી, ભવ્ય રથયાત્રા કરી, જૈન ધર્મના પ્રચાર ભારતભરમાં પ્રસરાવી છેક લ`કા સુધીના પ્રદેશેામાં એવી રીતે ત્રિસ્તૃત કર્યાં હતા કે જેની અમસ્મૃતિની નેાંધ ઇતિહાસના પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે લખાયેલ છે. આવા પવિત્ર રાજયસિંહાસન ઉપર બિરાજમાન થનાર મારા પતિદેવ કેવા હેાવા જોઇએ ? અવન્તીના પવિત્ર રણવાસમાં ખૂ૪ ૨.જ્યમાતાની હાજરીમાં આ કેવી પરિસ્થિતિને હું નિહાળી રહી છુ? રાજન્! આપે રાષ્ટ્યમ તરીકે વ્યાપેલ પરમ પવિત્ર જૈન ધર્મના પ્રચાર અર્થે પ્રબળપુરષા કરવા જોઇએ તેને બદલે આપ તે જ ધમની પવિત્ર સાધ્વીના શિયળનું ભક્ષણ કરી “ અવન્તીપતિ ગંધ સેન ધમ રક્ષક નહિ પરન્તુ ભક્ષક હતા” એ જાતનુ` કથન શું ઇતિહાસને પાને નાંધાવવા માગો છે? રાજન! કદાપિ ક.ળે એ વસ્તુ બનશે નહિ. આપની અર્ધાંગના અને હકદાર અવન્તીપતિની મહારાણી તરી કે જેટલા અધિકાર આપના છે તેટલા જ અધિકાર મારા છે માટે હું આપને ચરણે પડી નમ્રતાપૂર્વક અરજ કરું છું કે-આપે આ ક્ષણે આ જાતના અત્યા ચાર ન કરવાની પ્રજાપાલ તરીકે પ્રતિજ્ઞા લેવી અને આ વિદુષી સાધ્વીને તેના સ્વસ્થાને માનભેર પહેાંચાડી. પૂજ્ય ગુરુદેવ પાસે થએલ ભૂલની માફી માગવી,’ www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy