________________
પ્રીમાન શેઠ માણેકલાલ મુનીલાલ શાહ જે. પી.
માણેલાતું સ્થાન વિવિધ વ્યાપારી ક્ષેત્રમાં તેમજ લક્ષ્મીન નેમાં પણ મોખરે છે. વ્યાપારી ધંધામાં ઘણી નાની વયે પ્રવેશ કરી વિદ્યુતવેગે જેમણે પોતાની નામના અમર કરી છે.
આ ભાગ્યશાલીને જન્મ સને ૧૯૦૫ માં માર્ચ માસની ૨૦ મી તારીખે શેઠ ચુનીલાલ નથુભાઈ નામના કાપડના વેપારીને ત્યાં અમદાવાદમાં થયો હતો. જેમણે પિતાને અભ્યાસ અમદાવાદમાં ચાલુ ર્યો તેમાં ઇગ્લીશ અભ્યાસની શરૂઆતમાં જ તેઓએ સ્કૂલ મૂકી દીધી ને વેપારમાં ચિત્ત પરોવ્યું. અમદાવાદની એક કાપડની દુકાને ટૂંકા પગારથી નોકરી મેળવી પણ જેના નસીબમાં ભામાત્મા તરીકે લક્ષ્મીનંદન તરીકે લક્ષ્મીદેવીની પ્રસન્નતા છે તે કીશોર યુવક માટે નોકરી તે કેટલા વખતની હેય? તે માત્ર કમબંધને ખપાવવા પૂરતી જ.
તેમણે ટૂંક સમયમાં જ કરી મૂકી દીધી અને સુતરની દલાલીનું કામ ચાલુ કર્યું. આ ક્ષેત્ર પણ તેમને માટે સંકુચિત બન્યું અને શેરબજારની એક પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. જેમાં તેમને સારો ચાન્સ મલ્યો અને તેઓ સ્વતંત્ર પેઢીની સ્થાપના કરવા ભાગ્યશાલી થયા. દિવસે દિવસે વેપારી ક્ષેત્રમાં ચાણાક્ય બુદ્ધિશાલી શેખી માટે અમદાવાતું ક્ષેત્ર પણ સંકચિત બન્યું અને તેને અલબેલી મુંબઈ નગરીએ આવ્યા, અહીં તેઓ મહાજને એસેસીએશનમાં એક પેઢીના ભાગીદાર બન્યા. કાબેલ, હિંમતમાંજ આ શાસોદાગરે મુંબઈગરાના દીલ ક સમયમાં જીતી લીધા અને તેઓ પોતાના નામથી ખુલ્લા હાથે વેપારી ક્ષેત્રમાં વેગવંત બન્યા. વખતના વહેવા સાથે શેઠ માણેકલાલને જ્યાં જ્યાં તક મલી ત્યાં ત્યાં તેઓ ભાગ્યદેવીને અજમાવતા જ રહ્યા. પરિણામે ભરયુવાન વયમાં ચમત્કારિકતાથી રેડપતીની હરોળમાં તેઓ જોતજોતામાં જઈ પહોંચ્યા.
તેઓ ઇસ્ટ ઇંડીયા કોટન એઓસીએશન અને સુલીયન એકસચેંજના મેમ્બર બન્યા તેમજ લીવરપુર અને અમેરીકન વે બજારમાં પણ તેઓ મેમ્બર બન્યા અને જ્યાં જ્યાં સિદ્ધિની શક્યતા લાગી ત્યાં ત્યાં તેઓએ શાહ સોદાગર તરીકે અમર નામના પ્રાપ્ત કરી. ડાયરેકટર તરીકે નીચેની કંપનીઓને તેમનો લાભ મળતો રહેતો. આજે તેઓની બુદ્ધિમત્તાનો લાભ, એસેસીએશન બેકીંગ કેરપરેશન, યુનીયન લાઈફ ઈસ્યુરન્સ કં. લીમીટેડ, સંદેશ લીમીટેડ, એલપીસ્ટન મીસ કે લીમીટેડ, ઇડીયન સ્ટોક એકસચેન્જ વિગેરે કંપનીઓને મલી રહેલ છે. ધી પિયુન ઇસ્યુરન્સ કં. લીમીટેડને તેઓ વાઇસચેરમેન અને બોમ્બે ટોકીઝ લીમીટેડના તેઓ ચેરમેન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com