SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ જી ]. : ૧૫૭ : (૮) કેટલાક પુરાતત્ત્વનું કહેવું એ છે કે કેઈ કારણસર ઇ. સ. પૂર્વે ૫૭માં માલવસંવત શરૂ થયો. પછી ચન્દ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૪૦૦ની આસપાસમાં શોને હરાવી પશ્ચિમ હિન્દ સર કર્યું ત્યારે આના સ્મરણાર્થે માળવાના લકોએ એ ચન્દ્રગુપ્તની વિક્રમાદિત્ય' નામની જે પદવી હતી કે ઉ૫રથી માનવસંવતનું નામ વિક્રમ સંવત પાડયું. (૯) યશોવર્મન ઉ! હર્ષવર્ધન નામના રાજાએ લગભગ ઈ. સ. ૫૩૨-૩૩માં હણના રાજા ૨૫મહિરકલને હરાવ્યો. એ વિજયની યાદગીરી તરીકે એણે “વિક્રમાદિત્ય'ની ઉપાધિ ધારણ કરી એટલું જ નહિ પણ માલવસંવતનું વિક્રમ સંવત એવું નામ પાડયું અને પિતાનો આ સંવત્સર પ્રવતીબે, આમ ડે. કલહને માને છે. (૧૦) સર કનિંગહામે Book of Indian Eras (પૃ. ૮)માં એમ સૂચવ્યું છે કે વિક્રમસંવત્સરની શરૂઆત ઈ. સ. પૂર્વે ૫૭ કે પ૬ થી થઈ નથી, પણ ૫૬ થી થઈ છે. આમ ચિત્રમયજગમાંના લેખ(પૃ. ૨૦૨)માં ઉલ્લેખ છે. પ્રાચીન ભારતવર્ષ (ભા. ૪, પૃ. ૯૬)માં આ પુસ્તકનું નામ ઉપર પ્રમાણે નથી, પણ એમાં Indiun ને બદલે Ancient છે. (૧૧) પેશાવરની ઉત્તર-પૂર્વે આવેલર૬ “તખ-ઈ-બહી''માંથી એક ઉકીર્ણ લેખ મળે છે અને . તે પહૂલવે (પાર્થિયન) રાજા રગેડેફિનેસ (Gondopharnee)ના રાજ્યના ૨૬મા વષને છે. એમાં વૈશાખ સુદ પાંચમ ને સાલ ૧૦૩ નો ઉલ્લેખ છે. એ સાલ વિક્રમ સંવતની છે એમ રેસન ૨૮કહે છે. છે. ફલીટ અને વિન્સન્ટ મિથ પણ એમ જ માને છે. ડે. ભાંડારકરે આ સાલ જે શકની હોય અને જો એ ઈ. સ. ૧૮૧ની બરાબર હોય તે ગેડેફર્નેસે ઇ. સ. ૧૫૫માં રાજ્ય કરવા માંડયું એ એમણે “A Peep into the Early History of India” (પૃ. ૩૭)માં ઉલ્લેખ કર્યો છે. શિલાલેખ-જે શિલાલેખમાં વિક્રમ સંવતને રપષ્ટ ઉલેખ હોય અને સાથે સાથે જે આજથી છામાં ઓછો સાડી બારસે (૧રપ૦) વર્ષ પૂર્વેને હેય એ એકે શિલાલેખ જણાતો નથી. વિ. સં. ૮૧૫, ૮૨૬ અને ૯૯૭ની સાલવાળા શિલાલેખ૨૯ છે. એ અત્યારે તે સૌથી પ્રાચીન ગણી શકાય ૨૫ આને મિહિરગલ પણ કહે છે. એ ઈ. સ. ૫૪૨માં મરી ગયો. જુઓ હિન્દુસ્તાનને ઇતિહાસ (પૃ. ૭૮). અહીં આપેલી સાલ ડે. ફલીટના સૂચવ્યા મુજબની છે. Kalidas a Study માં એ ઈ. સ. ૧૪૪ની નોંધાયેલી છે, ૨૬ અને કેટલાક તખ્તવાહી “(તક્ષશિલા ૧)” કહે છે. ર૭ આને બદલે ગડ્રફ એવું નામ પણ સૂચવાય છે. આ રાજાએ ઈ. સ. ૧૯માં રાજય કરવા માંડ્યું અને ઈ. સ. ૪પમાં પણ એનું રાજ્ય ચાલુ હતું. ૨૮ જુઓ C H I (પ્રકરણ ૩૩). ર૯ જુઓ ચિત્રમયજગતગત લેખ (પૃ. ૨૦૩). ભારતીય પ્રાચીન લિપિમાલા (૫, ૧૬૫૧૬૬)માં તે આ ત્રણને બદલે વિક્રમ સંત ૮૯૮ ના શિલાલેખનો ઉલ્લેખ છે. વિશેષમાં એના ૧૬૬મા પૃષ્ઠમાં વિક્રમ સંવત ૭૯૪ના દાનપાત્રની નોંધ છે, પરંતુ એની સાથે નેધેલ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહણને મેળ ખાતો ન હોવાથી તેમજ એની લિપિ એટલી પ્રાચીન નહિ જણવાથી એને ડૉ. ફલીટ અને; કીલહેન ગલત માને છે એમ એમાં સુચવાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy