SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ भारतवर्षना भिन्न भिन्न संवतो [સમ્રાટ વિક્રમાદિત્યને લગતા ઘણું વૃત્તાતેમાં ઊલટસુલટ હકીકતો છે. “શ્રી જૈન સત્યપ્રકાશ” [ અમદાવાદ ] માસિકે વિક્રમ-વિશેષાંક દળદાર આકારમાં પ્રકાશિત કર્યો હતો, તેમાંથી કેટલાક ઉપયોગી લખાણે, સુધારા-વધારા સાથે આ પરિશિષ્ટમાં આપવામાં આવ્યા છે. વાચકો તેમાંથી સાર ગ્રહણ કરે એ જ અભિલાષા] જ્ઞૌર્વ–આ વર્ષ મેષ આદિ બાર રાશિને સૂર્ય ભોગવી લે ત્યાં સુધીનું એટલે ક૬૬ દિવસ (સૂર્યસિદ્ધાન્ત પ્રમાણે ૩૬૫ દિન, ૧૫ ઘડી, ૩૧ ૫૯ અને ૩૦ વિપક્ષ અને ઈ. સ. હિસાથે ૩૬૫ દિન)નું મનાય છે. તેને પ્રારંભ મેષ સંક્રાન્તિથી થાય છે. તેને બારમો ભાગ તે સૌર માસ કહેવાય છે, જે ક્રમશઃ મેષાદિના નામથી તેમજ ચિત્રાદિના નામથી ઓળખાય છે. બંગાલ, પંજાબ અને પહાડી પ્રદેશમાં આ વર્ષનો વિશેષ પ્રયાસ છે. દક્ષિણને કેલમસંવત પણ સૌરવર્ષવાળો છે. પાંચ સૌરવર્ષના ૬૦ મહિનાઓને એક યુગસંવત્સર થાય છે. ના બે પખવાડીયાનો એક મહિનો, એવા બાર મહિનાનું એક ચાંદ્રવર્ષ થાય છે. એને કાળ ૩૫૪ દિવસ (સૂર્યસિદ્ધાન્તને હિસાબે ૩૫૪ દિન, ૨૨ ઘડી, ૧ પલ, ૨૪ વિપલ) પ્રમાણું મનાય છે. તેના માહના શુદિ એકમથી શરૂ થઈ ખમાસે પૂરા થાય છે. અધિક માસ અને ચૈત્રાદિ વર્ષારંભના હિસાબે ના માન્યતા વારતવિક છે, ઉત્તર ભારતમાં મહિનાઓ વદિ ૧ થી ૧૫ સુધીના મનાય છે. એક યુગસંવત્સરના સૌર માસ ૬૦ થાય, ત્યારે ચાંદ્ર માસ દૂર થાય છે. એટલે વધારાના બન્ને મહિનાને અધિક માસ માની તે બન્ને વર્ષને સરખાં કરવામાં આવે છે. એટલે તે યુગના વર્ષારંભમાં સૌર અને ચંદ્ર એ બન્ને વર્ષો જોડાઈ જાય છે. હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓ આ ચાંદ્ર વર્ષના મહિના અને તિથિઓના હિસાબે આરાધાય છે. આથી સૌર પંચાંગમાં પણ સૌર દિવસોની સાથે ચાંદ્ર તિથિઓ લખવી પડે છે, ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035237
Book TitleSamrat Vikramaditya Yane Avantino Suvarna Yug
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1947
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy