________________
નવકાર સૂત્ર.
[૫] ઉ૦ જે સિધાંત ભણે અને બીજાને ભણાવે તેને ઉપાધ્યાયજી
કહેવાય છે ઉપ–પાસે અર્થાત પાસે આવ્યા હોય કે ૨હેતા હોય તે સાધુ વગેરેને અધ્યાય-અભ્યાસ કરાવે તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય શબ્દ બે શબ્દોને બનેલું છે. ઉપાધિ અપાય, ઉપાધિ એટલે પાસે વસવું. અને અપાય એટલે લાભ અથવા પાસે વસવાને લાભ વળી ઉપ એટલે પાસે અધ્યાય એટલે અધ્યયન કરવું ગુરૂઆદિ ગીતાર્થની પાસે રહી અભ્યાસ કર. જેની પાસે સાધુઓ અને ગૃહસ્થ શાસ્ત્રને અભ્યાસ કરે છે તેને ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય એટલે પાઠક વાચક એ સમાન વાચક પર્યાય શબ્દ છે.
પ્ર. તેમના કેટલા ગુણ છે ?
ઉ૦ તેના ૨૫ ગુણ છે. તે નીચે પ્રમાણે
(૧) આચારાંગ (૨) સુઆંગડાંગ, (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતા-ધમકથા (૭) ઉપાસક ઇશાંગ (૮) અંતગડદશાંગ (૯) અનુત્તરવવા (૧૦) પ્રશ્ન
વ્યાકરણ (૧૧) વિપાક છે અગ્યાર અંગ અને (૧) ઉવવાઈ (૨) રાયપણી (૩) જીવાભિગમ (૪) પન્નવણા (૫) જંબુદ્વીપ પન્નતિ (૬) ચંદ્રપતિ (૭) સૂરપન્નતિ (૮) કવિપયા (૯) ક૫વડંસિયા (૧૦) પુપિયા (૧૧) પુષ્કચુલીયા (૧૨) વહિન દશાંગ એ બાર ઉપાંગ ભણે અને ભણ તે ૨૩ ગુણે થયા (૨૪) ચરણસિતરી (૨૫) કરણ
સિતરી આ પચીસ ગુણે ઉપાધ્યાયજી મહારાજના જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com