________________
[૫૮]
સામાયિક સબંઘ.
તેને પાઠ બેલવે, પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદીસાહું ?” “ઈચ્છે” કહી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? “ઈચ્છ” કહી પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું?” “ઈચ્છે ” કહી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! સઝાય કરું?” “ઈચ્છ” કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી ધર્મધ્યાન કરવું. વિસ્થા કરવી નહીં.
સામાયિક પારવાને વિધિ. ઉભા થઈ ખમાસમણ દઈ ઇરિયાવહિયં પડિકમી, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી, એક લેગસ્સને કાર્યોત્સર્ગ “ચંદે નિમ્ન લયા ” ચરણ સુધી કરી, પારીને પ્રગટ લોગસ કહી, ખમાસમણ દઈ, “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તિ પડિલેહું?” “ઈચ્છ' કહી મુહપત્તિ પડિલેહવી; પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું?” “યથાશક્તિ” પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન! સમાયિક પાર્યું?” “તહત્તિ” કહી પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર સ્થાપી એક નવકાર ગણી સામાઇય વયજુરો કહી, જમણે હાથ મુખ સન્મુખ રાખી એક નવકાર ગણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com