________________
[૮૮].
પંચિંદિય સૂત્ર ગુમાવવા બરાબર છે. માટે ચારિત્રશીલ ગુરૂ જ જગતું
વંદ્ય છે. પ્ર. આચાર્યને અર્થ શું ? ઉ. જેઓ પાંચ આચારને પાળે અને બીજાને પળાવે અને
વળી જેઓ ધર્મના નાયક છે તે આચાર્ય કહેવાય છે. પ્ર. આચાર્ય મહારાજના ગુણે કેટલા તે કહે. ઉ૦ આચાર્ય મહારાજના ૩૬ ગુણ છે. તે નીચે પ્રમાણે છે.
પાંચ ઈદ્રિયના વિષયને રોકનાર તેથી પાંચ ઇદ્રીયના ૫ ગુણ તે અનુક્રમે (૧) સ્પશે દ્રિય (ત્વચા શરીર) (૨) રસેંદ્રિય (જીભ) (૩) ઘ્રાણેન્દ્રિય (નાક) (૪) શ્રોત્રંદ્રિય (કાન) (૫) નેત્રંદ્રિય [ આંખ ] આ પાંચ ઈંદ્રીયના તેવશ વિષયે ઉપર મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ. તેથી પાંચ ગુણ.
વળી બ્રહ્મચર્યનું શુદ્ધ રીતે પાલન કરવા શિયળની નવવાઓને જાળવી રાખે, ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવાવાડથી શિયળનું રક્ષણ થાય છે.
શિયળની નવ વાડો [૧] સ્ત્રી પશુ નપુંસક જ્યાં ન હોય ત્યાં રહે. [૨] સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ [૩] સ્ત્રી બેઠી હોય તે આસને પુરૂષ બે ઘડી સુધી બેસે નહિ અને પુરૂષ બેઠા
હોય તે આસને સ્ત્રી ત્રણ પહેાર સુધી બેસે નહિ [૪] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com