SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયક રહસ્ય કાલ સાથે સમ્બન્ધ ધરાવે છે. અને એક અપેક્ષા વર્તમાન કાલ એ ભૂતકાલમાં ભલતે જાય છે. એથી ત્રણે પ્રતિજ્ઞા તે જ કાલ આશ્રી કામ આપે છે. ચોથી પ્રતિજ્ઞા આત્માની સાક્ષીએ સિરાવાની તે ભવિષ્ય કાલમાં કામ આપનારી છે. ભવિષ્યકાલ તે સીમા વગરને છે, ઘણે લાંબે છે. તેમાં પાપકાર્યોથી બચાવવા માટે એ પ્રતિજ્ઞા તે પેહગીરનું કામ કરે છે. અને પાપનાં ખાતાઓમાં પડતાં બચાવનાર છે. સિરાવ્યા પછી સ્વીકાર ન થાય અને ન થાય તે પાપનાં કાર્યો આવી જ ન શકે. આવવાનો માર્ગ બંધ થઈ જાય તે આગલ જે માગે જવાનું છે તે નિષ્કટક થઈ જાય. તે પછી વ્રત, નિયમ, પચ્ચખાણ, તપ, જપ, સ્વાધ્યાય, સંયમ જેટલું કરશે તેટલું લાભમાં થશે માટે એ બાબતને વિચાર સામાયકમાં કેટલી વખત કરી શક્યા છે? નકારમાં જવાબ આપે છે તે સમજી લેજો કે હજી ઉચ્ચ સ્થાન બહુ છેટે છે, અને ક્રિયાઓમાં બહુ સુધારો કરવાનું બાકી છે. કરેમિ ભંતેમાં તેર વસ્તુ સામાયકનાં પચ્ચખાણમાં તેર બાબત છે. પ્રથમ તે સામાયક નામનું એક વ્રત ઉદયમાં આવે છે. બીજે એક સાવદ્ય વસ્તુ કે વ્યાપારને ત્યાગ હોય છે. ત્રીજે બે પ્રકારના આગારથી સામાયક લીધું છે. ચોથે પાંચ પ્રકારે વ્રત પાલન માટે નક્કી કરવામાં આવી છે. ત્રણ વેગ અને બે કરણ, પાંચમે ચાર પ્રતિજ્ઞા લેવામાં આવી છે. તે બાબતને સારાંશ ઉપર કહેવાઈ ગયે છે. - હવે વાત એ નક્કી કરવાની છે કે સામાયક છઠ્ઠા નંબરના ઉદયમાં આવે છે. તેની પાલના યથાર્થ થાય છે કે નહી ? અને સામાયકમાં લીધેલી, કહેલી પ્રતિજ્ઞાને ભંગ થાય છે કે નહી ? એ બાબતના લેખે તે પોતે જ કરવાના છે. આપણે ભાઈ પુણયાની સામાયક સાથે સરખામણી કરવા ઈચ્છા રાખીએ તે તેની સામાયકને સામાન્ય દાખલૈ જાણવા આવશ્યકીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035232
Book TitleSamayak Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandanmal Nagori
PublisherDeshvirati Dharmsadhak Samaj
Publication Year1947
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy