________________
સમયને ઓળખે.
ધારે તે તે પ્રચારનું કાર્ય મુનિરાજ કરતાં પણ કદાચ વધારે કરી શકે. પરંતુ આ વર્ગમાં મોટે ભાગે એટલી બધી શિથિલતા આવી છે, કે ગૃહસ્થ કરતાં પણ વધારે હીનતા આવી ગઈ છે. કેટલાક વિદ્વાન અને કંઈક કાર્ય કરી શકે એવા યતિર્યો છે, પરન્તુ તમામ યતિવર્ગ ઉપરથી સમાજની શ્રદ્ધા ઉડી જવાના કારણે, તેઓને પોતાના નિર્વાહને માટે અનેક પ્રકારના ધંધા-દાવા, દેરા–ધાગા વિગેરે કરવા પડે છે. અને તેમ કરવાથી તેઓ સ્વાર્થવૃત્તિમાં– લેભમાં પડી જાય છે, અને લેભમાં પડેલો માણસ નિ:સ્વથતાથી પ્રચારકાર્ય નથી કરી શક્તો. હા, કેટલાક યતિવર્યો પ્રચારકાર્ય સારું કરે છે, પરંતુ તેઓની સંખ્યા બહુજ થોડી–આંગળીના વેઢા ઉપર ગમે તેટલી પણ ભાગ્યેજ છે.
જૈન સમાજમાં અત્યારે જેઓ પ્રચારનું કાર્ય કરનારાઓ છે, તેઓની સ્થિતિ ઉપર પ્રમાણે છે. આવી સ્થિતિમાં જૈન ધર્મના પ્રચારકોની સંખ્યા વધારવી, અને તે એવી સંખ્યા વધારવી કે જેઓ આજાદીથી ગમે તે સમયે, ગમે તે દેશમાં જઈ શકે, વાહને દ્વારા જઈ શકે-આ એક નો વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. આ નવ વર્ગ ચકકસ મર્યાદાને ત્યાગી હોય, ચેકસ આચારમાં ગૃહ કરતાં ચઢીયાતા હોય, અને ચોકકસ વેષથી આકર્ષક પણ હેય. કારણ કે ત્યાગ વિના છાપ પડતી નથી. આચાર વિના કથન ગ્રાહ્ય થઈ શકતું નથી અને વેષની વિચિત્રતા સિવાય આકર્ષતા વધતી
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com