________________
સામાજિક ઉન્નતિ. સમય આપશે. અને ક્દાચ આપશે તા પણુ અંતરંગમાં પોતાના સ્વાર્થના ખાડા પૂરવાને માટે જ. જૈન સમાજની આ કમનસીખી નહિ તેા ખીજું શું છે ? આવુ પરિણામ આવવાનું કારણ સંસ્કારાની ખામી સિવાય બીજું શું હાઇ શકે ? વિદ્યાધ્યયનની સાથે જ્યાંસુધી ધાર્મિક સંસ્કારો ન પાડવામાં આવે, સેવા ભાવના સંસ્કારા ન પાડવામાં આવે, એમના વાસ્તવિક કર્ત્તવ્યનું ભાન પ્રતિદ્ઘિન ન કરાવવામાં આવે, ત્યાં સુધી એ યુવકેામાં એવા સંસ્કારા કયાંથી જ આવી શકે!
મારૂં અનુમાન છે કે કેળવણીના ક્ષેત્રમાં જોઇએ તેવી અને જોઇએ તેટલી સંસ્થાએ આપણે ત્યાં નથી, છતાં પ્રતિવર્ષ લાખ રૂપિયા જેનસમાજના વ્યય થઈ રહ્યા છે, અને છતાં તેનું પરિણામ લગભગ શૂન્યતા સિવાય બીજું શુ આપણે જોઈ રહ્યા છીએ? આનું કારણ એ છે કે-આપણે પદ્ધતિસરનું કાર્ય કરતાં શીખ્યા જ નથી. અને તેની સાથે સાથે ધાર્મિક કે સામાજિક સંસ્કારો પાડવાપૂર્વક શિક્ષા આપતાં આપણે શીખ્યા જ નથી. બલ્કે આપણા કેટલાક કહેવાતા કેળવાયલા તા ધાર્મિક સંસ્કારોના નામથી જ ભડકી ઉઠે છે. એએ ખેલી ઉઠે છે કે-આપણી સંસ્થાઓમાં ધામિક સંસ્કારી શા? શુ આપણે સાધુ બનાવવા છે? પરન્તુ એ મહાનુભાવા જરા ઉંડા વિચાર કરે અને બીજી સમાજોની સંસ્થાઓનું નિરીક્ષણ કરે તે તેમને જણાશે કે ધાર્મિક સંસ્કારે વિના કેવળ શુષ્ક જ્ઞાનથી મનુષ્ય પાતાનુ કર્તવ્ય સરખું પણ સમજી શકતા નથી. એક તે આપણે શિક્ષણ
૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com