________________
સમયને ઓળખો. પ્રભાવથી જેનધર્મની કીતિ–લતા ખૂબ વિસ્તાર છે. સાધુ
એ સાહિત્યની સમૃદ્ધિ દ્વારા જૈનધર્મનું રક્ષણ કર્યું છે. એ ત્યાગી સાધુઓના આચાર વિચારની વાત સાંભળવા માત્રથી, આજ પણ ગમે તેવા જૈનધર્મના કટ્ટર દ્વેષીનાં પણ મિરાય ખડાં થાય છે. રાજ-દરબારેમાં એ ત્યાગનાજ કારણે પ્રભાવ પડી શકે છે. દેશ દેશાન્તમાં જ્યાં જેનેની વસ્તી લગભગ નથી જ, ત્યાં પણ એજ તમારે ત્યાગી વર્ગ પૂજાય છે અને એ દ્વારા જેનધર્મની સરભ સર્વત્ર ફેલાય છે. એ ત્યાગ તરફ–એ સાધુ સંસ્થા તરફ કયારે પણ ધૃણાની નજરથી ન જેશે ! ધ્યાન રાખજે, જે દિવસે તમે તમારા લક્ષ્યને છોડ્યું, તે દિવસ તમે તમારી પ્રવૃત્તિમાંથી લપસ્યા સમજજે. માટે લક્ષ્યને કદિ ન છોડશે. તમારે વિરોધ અગ્ય પ્રવૃત્તિઓ હામે હોવો જોઈએ. તમારે વિરોધ ગુંડાશાહી પરત્વે હોવો જોઈએ. તમારે વિધ આચારપતિતા હામે હોવો જોઈએ.
એક બીજી વાત. તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને ગુરૂ માનતા હો, ભલે માને, તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને ગમે તેવાં ઉંચા ભલે માને, પરન્તુ તમારી જાહેર પ્રવૃત્તિમાં– તમારા આ જાહેર ઝુંબેશમાં એની ગંધ સરખી પણ ન આવવી જોઈએ. તમારી લડત સાર્વજનિક હોવી જોઈએ. નહિ કે વ્યક્તિત્વની. તમારી ઝુંબેશમાં પક્ષપાતને કે અમુક વ્યક્તિ પ્રત્યેના ખેંચાણને જરા પણ સ્થાન ન હોવું જોઈએ. જે
૨૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com