________________
સમય ને એળખા.
રાખવા જોઇએ ? જે દેશનુ લેાહી મારી નસેામાં વહે છે, જે દેશનું અન્ન મારા પેટમાં છે, અને જે દેશની શક્તિ મારા બહુમાં છે, એ દેશને માટે મારે શું કરવું જોઇએ ? જે પવિત્ર ધર્મમાં હું ઉછર્યા છુ, એ ધર્મ–એ સમાજને માટે મારે કેટલે ભેગ આપવા જોઇએ ? ઉચ્ચ કેળવણી લેતા યુવકમાં આ વિચારને ઉદ્ભાવ અને તેને યાગ્ય ક્રિયાઓમાં પરણિતપણું વધારે થવુ જોઇએ. તેના ખદલે એ ઉચ્ચ કેળવણી લેતા યુવકેામાં સામાન્ય વ્યવહારિક—જન્ય ક્રિયાઓના પણ અભાવ-અને તેમ છતાં પણ તેઓમાં મ્હાટી મ્હાટી વાતાના હવાઈ કિલ્લા ઉભા થતા જોઇએ છીએ, ત્યારે તેા તે ઉપર આપણને અનેક પ્રકારની કલ્પનાઓ કરવાના અવકાશ મળે છે.
ભારતના યુવા સાવ શુષ્ક—ધર્મ ભાવનાહીન અને ક્રિયાકાંડથી સથા વિમુખ થતા જાય છે, એનું કારણ શું? શું એ ઉચ્ચ કેળવણીને પ્રભાવ છે ? અથવા શુ એવી સંસ્થાઓમાં એવી ધર્મ ભાવનાને પેાષવા તરફ લક્ષ્ય જ અપાતુ નહિ હાય ? અથવા તે શું ત્યાં સંસ્કાર જ એવા પાડવામાં આવતા હશે? આ પનાએ એ સ્વાભાવિક પના છે. આમાં કઈ કલ્પના સાચી છે, એના નિર્ણય કરવા બહુ કઠિન છે, તેમ છતાં એટલું તેા ચાક્કસ છે કે જો તે નવયુવકે–ઉચ્ચ કેળવણી લેતા યુવકા-ને પણ એમની ધર્મભાવના પુષ્ટ થાય-વધે અને તેઓ પેાતાનું કર્ત્તવ્ય સમજે-જુદી જુદી વ્યક્તિઓ પ્રત્યે એમનું શું
૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com