________________
સમયને ઓળખો.
ઘણે ભાગે આવી સંસ્થાઓમાં સાધારણ કે ગરીબ સ્થિતિના ગૃહસ્થો પોતાના બાળકને દાખલ કરાવે છે. આજ કાલનાં સમાજનાશી સામાજિક બંધનના કારણે સાધારણ કે ગરીબ લોકોના છોકરાઓને કન્યાઓ ઓછી મળે છે. અને તેટલા માટે માતા-પિતાએ વિચારે છે કે “ હેકરે કઈ સંસ્થામાં રહી જરા હોંશીયાર થશે, તે તેને ઝટ કન્યા મળી જશે. એમ ધારી તે આશ્રમમાં મોકલે છે. કેટલાક છેકરાઓ સ્વભાવે એવા તોફાની બારકસો હોય છે કે–શેરીના લોકોને તેમજ ઘરના માણસોને ખુબ રંજાડતા હોય, આવા છોકરાઓના માબાપ, “બહાર જશે તેજ કંઈક ઠેકાણે પડશે અને ઠેકાણે પડશે તેજ ક્યાંય ચાંલ્લે થશે.” એમ ધારી સીધા બેડિંગ ભેગા કરે છે.
અસ્તુ, કેઈ હરકત નહિં. ગમે તે નિમિત્તે પણ આજનાં બાળકે પોતાનું જીવન સુધારે અને તેઓ માણસ બને એ તે સંસ્થાઓનું લક્ષ્ય હોયજ છે. હોવું જ જોઈએ. પરન્તુ માતા -પિતાઓના હદયની પેલી સ્વાર્થવૃત્તિઓ બલ્ક એમ કહેવું જોઈએ કે પિતાના બાળક પ્રત્યેની અહિત બુદ્ધિએ, એ છોકરાના જીવનને ફાયદો પહોંચાડવાના બદલે ભયંકર નુકસાન પહોંચાડે છે, એ વાતનું ભાન તેઓને મુલે નથી હોતું.
વાત એમ બને છે કે કઈ પણ સંસ્થામાં એવા બાળકે એક બે વર્ષ રહે છે. સંસ્થાના કાર્યકર્તાઓ તેને પહેલાં તે કેવળ મનુષ્ય બનાવવા જ રાત દિવસ મહેનત લે છે. એની
૧૭૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com