SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલી જાનવાની હિસા. કૂતરાની જાતિ મનુષ્યની જાતિ સાથે ન હોવી જોઈએ. રાત્રે અમે પાડે છે, અને તેથી મારી અને પ્રજાની નિદ્રામાં ભંગ થાય છે” કેટલે વિચિત્ર જવાબ ? વચનની નિરકુશતાની કંઈ હદ છે? પતે તે ગામથી લગભગ ચારેક માઈલ દૂર રહેતા, છતાં ગામનાં કૂતરાંની રંજાડ અમને હેરાન કરતી. પ્રજા તો બિચારી એ કૂતરાને રોટલા ને શીરે ખવરાવી પાલન કરતી. આખરે યુક્તિવાદમાં એ રાજાજી લાજવાબ બન્યા, ત્યારે કહે: “ભલે હું નરકે જાઉં” બસ ખલાસ! છતાં ગુરુદેવે તે એ જવાબ આપે કે “ના, એ નહિ બને. નિઃસ્વાર્થતાપૂર્વક તમને સાચે સાચું સંભલાવી, અમે તમને સત્યનું ભાન કરાવીશું અને નરકે જતા અટકાવીશું.” અતુ. આ તે માત્ર એક પ્રસંગની વાત હતી. પરંતુ અહિં કહેવાનું જે છે તે આ છે. જેઓ કૂતરાને મારી નાખી કૂતરાંની જાતિને નાશ કરવા ઈચ્છે છે-ઈચ્છયા છે—હજારે પ્રયત્નો કરી ચૂક્યા છે, તેઓ પોતાની ઈચ્છાને કદિ પણ પૂરી પાડી શકયા નથી. એ અને એમના કદાચ બાપદાદાઓ પણું કૂતરાં મારતા આવ્યા હશે, પરંતુ કૂતરાં તે એટલાં ને એટલાં જ, બલકે એથી વધારે જ દેવાયાં છે. એક શિકારી રાજવીની સાથે વાત થતાં, એમને પૂછવામાં આવ્યું કે-“તમે હરિણુ અને સસલાં જેવાં નિર્દોષ જંગલની શોભારૂપ જાનવરોને શિકાર શા માટે કરે છે? ---- ૧૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy