________________
સુધારે. બીજી—તીજી ધમાલે ચાલી રહી હોય તે શું તે જીવનમાં, તે પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાની જરૂર નથી શું ?
હવે કઈ ગામમાં કોઈ પન્યાસજી કે આચાર્યજી મહારાજ ઉપધાન કરાવતા હોય ત્યાં જઈને જુઓ. ઉપધાન જેવી આત્મવિકાસ કરનારી તપસ્યા માટે પણ જે ટેકસ લેવાતા હોય, અને એવી બીજી રીતે જબરદસ્તીઓ કિવા ગોટાળાપંચક ચાલતા હોય, તો શું ત્યાં સુધારાની જરૂર નથી ?
આવી જ રીતે ઉજમણું, પ્રતિષ્ઠા, સંઘ, સ્વામિવાત્સલ્ય અને એવી જે જે ધાર્મિક ક્રિયાઓ જે સમયને જોયા સિવાય, અંધાધુંધી પૂર્વક થતી હોય અને તે કિયાએ, ભલે ધર્મના ઓઠા નીચે થતી હોય, પરન્ત એનાથી જે સમાજનું અહિત થતું હોય, તો શું સુધારાની જરૂર નથી ?
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો–આજે એકેએક અંગ સડી રહ્યું છે. આજે સમાજના ધનાઢયો, પિતાની ઉદારતાને પ્રવાહ એવા માગે વહેતો કરી રહ્યા છે કે જેથી સામાજિક દષ્ટિએ લાભ થવાને બદલે ઉલટું નુકસાન થઈ રહ્યું છે. ધનાઢયોને ગરીબ કે સાધારણ વર્ગની જરા પણ ચિંતા નથી. સાધુએ-ખાસ કરીને આગેવાન સાધુઓ પોતાની વાહવાહમાં પડ્યા છે. અને પિતાની સત્તાને દર ચલાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જાતિની જાતિયે આપણી નાદરશાહી અથવા બેદરકારીના પરિણામે જૈન ધર્મથી
૧૩૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat