________________
સુધારા.
આવી આવી મૂર્ખતાભરી વાતા નીકળે ત્યારે વિચારકા અને સમજુ માણસા, એ મૂર્ખતાઇ ઉપર હસે, અથવા એવા ધર્મગુરૂઓની નિંદા પણુ કરે તેા તેમાં અજાયખી જેવું શું છે ?
રૂઢીના ગુલામે ગમે તેમ પછાડા કરે, પરંતુ શાસનના શુભેચ્છકેએ, ધર્મના પ્રેમીએએ, સમાજની દાઝ ધરાવનારાઓએ ખૂબ સમજી રાખવાની જરૂર છે કે–સમાજમાં સુધારાની અત્યંત આવશ્યકતા છે. જૈન સમાજની જુદી જુદી સ્થિતિઓનું ખારિકાઇથી અવલેાકન કરનાર જોઈ શકશે કેપ્રત્યેક અંગમાં સડા પેઠા છે, કચરો ભરાયેા છે, મેલ ચઢી ગયા છે, અને ટુકમાં કહીયે તેા સમાજના શરીરમાં ખરેખર ક્ષયરોગ લાગુ પડ્યા છે. છે કોઇ સુધારનાર ડાકટરે ! છે કાઇ સુધારનાર સાચા સુધારકા !
જરા મંદિરમાં પ્રવેશ કરે! એ શાન્તિનાં સ્થાના અશાન્તિનાં ધામા નથી ખન્યાં શું? પા કલાક એકાન્તમાં એસીને વીતરાગદેવની મુખમુદ્રા સ્હામે ષ્ટિ રાખી તમે ધ્યાન કરવા માગેા તેા થઇ શકે તેમ છે ? ધ્યાન રાખો, દોષ મંદિરને કે એ વીતરાગદેવની મૂર્ત્તિના નથી. એ દોષ ભક્તોની ભક્તિની ઘેલછાના છે. એમના અવિવેકને છે. ભક્તિની મર્યાદાની અતિરેકતાનેા છે. આ ઘેલછા સુધારવી જરૂરની નથી શું ? એ અવિવેક મટાડવા જરૂરનેા નથી શું? એ અતિકતા ઠેકાણે લાવવી જરૂરની નથી શું ?
૧૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com