________________
સમયને ઓળખો. પ્રમાદ તો અવશ્ય હાય જ. આમાંની કોઈપણ એક બાબત સિવાય જીવને ઈરાદા પૂર્વક મારી શકાય જ નહિ.
આજ પ્રમાદના જુદી રીતે પણ પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે.
मजं विसयकसाया
निदा विगहा य पंचमी भणिया एए पञ्च पमाया जीवं पाडेन्ति संसारे ॥
(યોગશાસ્ત્ર-૩ જે પ્રકાશ) મદિરા, વિષય (પંચેન્દ્રિયના ત્રેવીશ વિષ), કષાય (ક્રોધ, માન, માયા, લેભ), નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદે જીવને સંસારમાં પાડે છે સંસાર પરિભ્રમણ કરાવે છે.
કેણ કહી શકે તેમ છે કે ઈરાદા પૂર્વક–જાને જ કઈ પણ જીવને મારનાર આ પાંચ પ્રકારના પ્રમાદેમાંથી કે ઈપણ પ્રમાદને નથી સેવ? અને જ્યાં પ્રમાદ છે અર્થાત્ પ્રમાદથી પ્રાણને નાશ છે, ત્યાં હિંસા અવશ્ય છે.
ટૂંકામાં કહીએ તે, કોઈપણ જીવને મારવાની બુદ્ધિથી મારે, એમાં હિંસા જરૂર છે. ગાંધીજીએ વાછરડાને માર્યો, તે મારવાની બુદ્ધિથી-ઈરાદા પૂર્વક જ માર્યો છે. એ તે નિશ્ચય છે. અનિચ્છાથી–આકસ્મિક પ્રાણવધ નથી થયેલે.
૧૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com