________________
સમયને ઓળખે.
ન સુધરે ત્યાં સુધી સંસ્થાઓનું ક્ષેત્ર સુંદર ફળ આપનાર તે નજ થઈ શકે.
ત્રીજી એક બાબત ખાસ વિચારવાની છે અને તે એ કેજેનસમાજ એક વેપારી સમાજ હોવાથી દરેક કાર્યમાં જલદી ફળની આશા રાખે છે. સમાજની આ ઉતાવળ એટલી બધી નુકશાન કાં નીવડે છે કે–જે સંસ્થાથી જે કંઈ થોડું ઘણું ફળ મળવાની આશા હોય છે, તેનાથી પણ વંચિત રહે છે. જરા ગુરૂકુળનું નિરીક્ષણ કરે. ગુરૂકુળમાં ઓછામાં ઓછાં ચૌદ વર્ષ તે વિદ્યાર્થીને રહેવું જ પડે છે. અને તે પછી ત્રણ વર્ષ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરે છે, ત્યારે એક વિદ્યાર્થિ સ્નાતક થઇને નીકળી શકે છે. આટલું હૈયે જે સમાજ ધારણ કરે તે ઉત્તમ ફળ ચાખે એમાં નવાઈ શી છે ? આપણે ત્યાં તે સંસ્થા સ્થાપન થઈ કે તત્કાળ એ ચિલ્લાહટ શરૂ થાય છે કે– હજુ લગી કંઇ ફળ તે મળ્યું નહિ ?” “કેણ જાણે સંસ્થામાં શું ચાલે છે ! ” “ વિદ્યાર્થિઓ શું ભણે છે ?” દુકાન પર બેસીને કાપડ વેતરનારા કે આ દાળ વેચનારાએમાં આવી વાતે શરૂ થાય છે. એક બીજાને કરી, બીજાએ ત્રીજાને ! ચાલ્યા ગામ ગપાટાઆનું પરિણામ એ આવે છે કે સંસ્થા ઉપરથી સમાજની શ્રદ્ધા ઉઠી જાય છે. અને તેથી સંસ્થા કાં તે ચેડામાંજ પિતાના શ્વાસ પૂરા કરે છે અને કદાચ છેડે વખત
જીવે છે તે પણ તે મુડદાલ અવસ્થામાંજ ! આર્યસમાજ પિતાની સંસ્થાઓને ચલાવવામાં વર્ષો સુધી લાખોને વ્યય કરી નાખે છે, ત્યારે લાંબી મુદતે સુંદર ફળ ચાખી શકે છે અને તે ફળે એટલાં સુંદર ઉતરે છે કે તે સમાજ માટે આશીવૉદરૂપ થઈ પડે છે.
ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે પૈર્ય, સાહસ, કાર્યદક્ષતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com