________________
वर्द्धतां जैनशासनम् । માની જેટલા બને તેટલા વધારે દેશના લોકોને પરમાત્માની વાણી કર્ણનેચર કરાવવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ આદર્શ ગુરૂકુળે સ્થાપવામાં રહેલી છે; જૈનશાસનની વૃદ્ધિ ઈસાઈઓની માફક ઠેકાણે ઠેકાણે નિરાધાર બાળકોના આધારભૂત આશ્રમે, આંધળાઓ માટેની અંધશાળાઓ, રક્તપીતીયાઓ માટેની ઇસ્પીતાલે, વિધવાઓ માટેનાં આદર્શ વિધવાશ્રમ સ્થાપવામાં રહેલી છે. આવી સંસ્થાઓના અભાવે કેટલા જૈન ક્રિશ્ચીયન, મુસલમાન અને બીજા ધર્મોમાં પ્રતિ દિન ભળી જાય છે, એની કેઈને ખબર છે કે ? જરા અન્ય ધર્મીઓનાં એવાં આશ્રમોનું નિરીક્ષણ તે કરે. જણાશે કે કેટલા જૈને કેવળ પાપી પેટને માટે ત્યાં પોષાઈ રહ્યા છે. પણ એ બધું જોવાની અમને કયાં દરકાર છે? અમને તે અમારી પડી છે. અમારી વાહવાહની પડી છે. અમારી વાહવાહ માટે ગમે તેવો પતિત માણસ જ કેમ ન હોય, અમે તેને ઉંચા શિખરે ચઢાવવાને તૈયાર છીએ. અમારી વાહવાહ માટે સમાજમાં ગમે તેવી અંધાધુંધી ચલાવવા અમે તૈયાર છીએ. અમારી વાહવાહ આગળ જૈનશાસનની વાહવાહની અમને . પરવા નથી. જ્યાં આવી સ્થિતિ છે, ત્યાં જૈનશાનની વૃદ્ધિ કેમ થાય ? પરંતુ ફિકર નહિં, સમય સમયનું કામ કર્યાજ કરશે. જેમ જેમ ઠેક વાગતી જશે, તેમ તેમ સૌની આંખો ઉધડશે. તત્ત્વ દૃષ્ટિએ વિચાર કરીએ તે છેલ્લા પચીસ વર્ષમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોયા સિવાય કાર્યો કરવામાં જૈનસમાજે લાખના બાર હજાર કરવા સિવાય બીજો કોઈ પણ ફાયદો ઉઠાવ્યો હોય, એ જોવાતું નથી. લાખો સ્વધર્મીઓને વિધર્મી બનાવ્યા, આપસના વૈમનસ્યના કારણે અનેક તીર્થો ઉપર આફત વહેરી, મુનિરાજેએ? મુનિરાજોએ પણ ખાયું નથી તે શું કર્યું છે? સે ટચનું સેનું આજે પણ ટચમાંએ ખપતું નથી. ગૃહસ્થની મુનિરાજે ઉપર
• ૨૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com