________________
સમસને માળખું
- પૂજા આરતી એ આત્મશુદ્ધિને માટે છે. પૂજા-આરતી વખતે ઉચ્ચકેટીની ભાવનાઓથી આપણા હૃદયને શુદ્ધ કરવાનું છે. જ્યારે તે જ પૂજા કે આરતી વખતે પહેલી પૂજા કે પહેલી આરતી માટે હંસાતુંસી થાય, અને આપસમાં લડાઈઓ થાય, મંદિરમાંજ દંડ ઉડે, એના જે અવિવેક બીજે ક હેઈ શકે? આ હુંસાતુંસીઓનેતકરાને-મૂખતાઓને અટકાવવા માટે જ તે તે પ્રસંગોએ બેલી બોલાવવાને રસ્તે નથી કાઢવામાં આવ્યું શું? અને આવી રીતે જે ક્રિયા પ્રેમયુક્ત થવી જોઈએ, તે ક્રિયા લેશયુક્ત થાય–કષાયયુક્ત થાય, તે પછી કેમ કહી શકીએ કે તે ક્રિયામાં આત્મા છે.
કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે પ્રભુ પૂજા–પ્રભુ દર્શન -પ્રભુનું સ્મરણ, એ તે અહોભાગ્યની નિશાની હોવી જોઈએ. બાર બાર વર્ષને વિરહી પુત્ર પિતાને દેખે, અને પછી પિતાના ચરણમાં ભેટે તે વખતે તે પુત્રને અને પિતાને જે આનંદ થાય, જે હર્ષનાં આંસુ વહે, એટલે આનંદ-એટલે હર્ષ–પ્રભુનું મુખકમળ દેખનારને અને પ્રભુનાં ચરણને ભેટનારને થવો જોઈએ. જ્યારે આજે વર્ષોનાં વર્ષો સુધી પ્રભુના દરબારમાં જવા છતાં–પૂજા કરવા છતાં હૃદયમાં એની એ શુષ્કતા, એની એ નિરસતા લેકને રહે છે, એનું કારણ શું છે ? એનું કારણ એ જ છે કે-જે ક્રિયા કરવામાં આવે છે તે હેતુ સમજીને–પ્રેમપૂર્વક–વિવેકપૂર્વક કરવામાં નથી આવતી.
આવી રીતે મંદિર સંબંધી જેટલી જેટલી ક્રિયાઓ આપણે કરીએ. તે બધીમાં વિવેકને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. અંગ -રચના કરવામાં આવે કે રોશની કરવામાં આવે, પૂજા ભણાવવામાં આવે કે ભાવના કરવામાં આવે, દરેકમાં વિવેક જોઈએ.
એક મંદિરમાં ૧૦, ૨૦ માણસે પૂજા કરી રહ્યા હોય, અને ૧૦, ૫ માણસો એકાન્તમાં બેસી ધ્યાન કરી રહ્યા હાય-કારવાળી
૨૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com