SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ માંગણવૃત્તિ. બની જાય છે, એની ઉચ્ચ કેટીનું ભાવનાવૃક્ષ મૂળમાંથી સળી જાય છે. તેઓ પિતાને સમાજની દૃષ્ટિએ-ધનાની દષ્ટિએ અતિહીન-નીચ-હલકા-નકામા-ગરીબ-કંગાલ સમજે છે. તેઓ પોતાને ધર્માદિયા સમજે છે અને તેથી તેમાં જે કંઈ ચૈતન્ય પ્રકટાવવાની લાંબી લાંબી આશાઓ રાખીએ છીએ; એમાંની કંઈ પણ સફળ થતી નથી. તે બાળકે સમજે છે.–“ અરેરે, અમારા માટે અમારા સંચાલકોને આવી રીતે ભિક્ષા માગવી પડે છે ? આવા ગરીબ શબ્દમાં અમારે માટે જુઓને બીજાઓની આગળ કેવા કાલાવાલા કરે છે.” શું સંસ્થાઓ, સમાજના એ ભાવિ હીરાઓમાં આવી ભાવનાઓ ઉત્પન્ન કરાવવા માટેનાં સ્થાન હોવાં જોઈએ ? સંસ્થાઓ શા માટે છે ? સમાજના એ ભાવિ ઉદ્ધારકોનાં ચિતોને વિકસવા માટે! એમની શકિતઓને ખીલવવા માટે ! એમને આત્મગૌરવ સમજાવવા માટે ! એમને એમના ભવિષ્યના કર્તવ્ય પાઠોને ભણાવવા માટે કે તમારે આત્મા પણ અનંતશકિતઓ ધરાવે છે. તમે ભવિષ્યમાં કાઈના દાસ ન બનજો. ઈતિને આધીન ન થજે. કેઈન ભરેસા. ઉપર ન રહેજે. તમારા પગ ઉપર ઉભા રહેવાની શકિતઓ પ્રાપ્ત કરજે. ” પરતુ જ્યાં પ્રારંભમાં જ તેમનામાં કંગાલિયતના, ગરીબાઈના. સંસ્કાર પાડવામાં આવે ત્યાં શકિતઓને તે વિકાસ કેમ થઇ શકે? ન કેવળ ઉપર કહ્યા તેવા ઉ૫દેસાકે દ્વારાજ, પરંતુ એવી આજીજીવાળી જાહેરખબરે દ્વારા તેમ કે ગૃહસ્થ આવવાને હોય. ત્યારે જોઈએ તેથી વધારે સ્વાગત અને ખુશામદો કરી કરાવીને પણ આપણે એ સંસ્થાના ભવિષ્યના સમુચિત ફળને હાનિ પહોંચાડવાના. કારણ ભૂત થઈએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy