________________
-
-
સમયને ઓળખે.
ચળવળમાં જોઈતા ફાળે અપાય નહિ, વાસ્તવિક અહિંસાને અનુમદન આપવામાં આંચકે ખવાય, પરગુણની તારીફ કરવામાં પણ સમકિતનો નાશ સમજાય, ઐકયબળથી એકાદ પણ જૈન વિદ્યાપીઠ
સ્થપાય નહિ, પવિત્રતાને સૂર ચારે તરફ સંભળાવવા છતાં અપવિત્ર વસ્તુઓ છેડાય નહિં, આચારહીનતા જોવાતી હોય, માત્ર શબ્દોના લાલિત્યથી સમાજને આંજી નાખવાના પ્રયત્નો થતા હોય ( જોકે વસ્તુતઃ :હોય તેથી ઉલટું જ) અને સ્વધર્મ-સ્વાચારને ભૂલી પરધર્મ–આચાર હીનતામાં જ કર્તવ્યની “ઈતિશ્રી મનાતી હોય, ત્યાં કેમ કહી શકાય કે જેને જાગ્યા છે ? આતે બધાં ઉન્માદાવસ્થાનાં જ લક્ષણ. અને ઉન્માદાવસ્થા, એ જાગ્રતિ નજ કહેવાય. સમાજમાં ચૈતન્ય બળ પુરે, પ્રેમનો પડઘો સર્વત્ર સંભળાય, કુદકે ને ભૂસકે લેકે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઉન્નતિમાં ભાગ લેતા થાય, એક બીજાને આગળ પડતા જોઈ બીજાઓને હર્ષ થાય, બીજાઓ અનુદાન આપે, ઘરમાં કે બહાર, મંદિરમાં કે દુકાનમાં, કપડામાં કે ખેરાકમાં કયાંય પણ રતીભાર પણ અપવિત્રતા જણાતી હોય, તેને ત્યાગ થાય, મન અને શરીર-બધું યે પવિત્ર કરાય, જૂઠે પક્ષપાત કે દુરાગ્રહ છેડી દઈ સત્યના સાથી બનાય, ત્યારેજ જેને જાગ્યા છે-વાસ્તવિક જાગ્રતિમાં આવ્યા છે, એમ કહી શકાય. આ બધું ન થાય ત્યાં સુધી નિદ્રા-અજ્ઞાન નિદ્રામાં ઘેર્યા કરીએ છીએ, એમજ કહેવાય અને તેવી નિદ્રા લેવી જૈન સમાજને તે નજ પાલવે. નવયુગના–ચતન્યના ચમકતા પ્રભાવમાં જાગ્રત થઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે રૂઢીઓમાં ફેરફાર કરી ઉન્નતિના કાર્યમાં સૌની સાથે બબ્બે કદમ આગળ વધવું જ જોઈએ. હવે તે સમય નથી રહ્યો છે કેઇના ટુકડા ઉપર આપણે જીવી શકીએ. હવે તે સમય નથી રહ્યો કે-લાકડીના ટેકાથી હજારે કય દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com