________________
એમાં શું?
બીજાની બયર ઍડાવે,
મંદિર બાવો થા, આચારીને આઠ સલુણી,
જે જે ટીખળ આ.”
આ સ્થિતિનું જ પરિણામ છે કે, આજે ભારતવર્ષમાં સાધુએને રાષ્ટ્રમાં ભારભૂત સમજવામાં આવે છે. અને તેમના તરફ ભક્તિન બદલે ઘણાનું પૂર વહી રહ્યું છે.
આ પ્રસંગે આપણે વિચારવાનું માત્ર એટલું જ છે કે આટલી બધી શિથિલતા બકે પતિતતા શાથી આવી ? શું આવી સ્થિતિ એકાએક આવી છે ? નહિ. હમેશાં શિથિલતા ધીરે ધીરે જ આવે છે. આચારની એક હીનતા છેક નીચેની હદે પહોંચાડે છે અને એટલા જ માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મારા જ પુનત્તિ વેવાઃ | આચારથી હીન મનુષ્યને વેદ પણ પવિત્ર કરતા નથી.
આવી જ રીતે–આથી પણ વધારે સખ્તાઈ જૈન સાધુઓના આચાર માટે કરવામાં આવી છે, પરંતુ જ્યાં જ્યાં આ આચારમાં શિથિલતાઓ પ્રાપ્ત થઈ છે, ત્યાં ત્યાં “એમાં શું ”ને જ આશ્રય લેવામાં આવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે બાહ્યદષ્ટિએ એક આચાર ઘણેજ નજીવો જણાતો હોય છે, પરંતુ એવા નજીવા મનાતા આચારના ઉંડાણમાં એવી અજબ શક્તિ રહેલી હોય છે કે જેનું માપ આપણે કાઢી શકવાને બિલકુલ અસમર્થ હોઈએ છીએ.
આચાર સાધારણ હોય કે અસાધારણતે તો પાલવીયજ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com