________________
સમયને ઓળખો. આપવામાં જે લાભ રહે છે, તેના કરતાં કઈ ગુણ લાભ એક રાજાને-સમ્રા ઉપદેશ આપવામાં રહેલું છે, કારણ કે ગુરૂકૃપાથી યદિ સમ્રાહ્ના હૃદયમાં જે એક પણ વાત ઉતરી જાય. તેનું અનુકરણ કરવાને હજારે કે લાખો મનુષ્યને બાધ્ય થવું જ પડે. વળી આપણે એ વિચાર કરવાની પણ જરૂર નથી કે-જેને ગરજ હશે તે આપણે ત્યાં વસ્તુને સ્વીકાર કરવાને આવશે.
આવા વિચારે શાસનને માટે લાભદાયક નથી. સંસારમાં– પિતાની મેળે ધર્મ કરનારા-સારાં સારાં કામ કરનારા મનુષ્યો બહુ થોડા હોય છે. અત્યારના ધર્મ પાંગળા છે. લેકેને સમજાવી સમજાવીને યુક્તિઓ હસાવી હસાવીને જે ધર્મ કરાવવામાં આવે, તેજ મનુષ્ય ધર્મમાં આરૂઢ થાય છે અને પુણ્યકાર્યમાં જોડાય છે. એટલા માટે આપણે તે શાસન સેવાનીજ ભાવના રાખવી જોઈએ છે અને શાસન સેવાની લાગણીથીભાવનાથી આપણને ગમે ત્યાં જવું પડે, તે પણ આપણે તેમાં સંકેચ રાખજ જોઇએ નહિં. પરમાત્મા મહાવીર દેવના અકાટ સિદ્ધાન્તોને ઘેર ઘેર જઈ પ્રકાશ કરવામાં આવશે ત્યારે જ આપણે સાચી શાસનસેવા બજાવી શકીશું. “ sta & રાતની ” એ ભાવનાનો મૂળ ઉદ્દેશ શો છે ? ગમે તે રીતે મનુષ્યને ધર્મના-અહિંસા ધર્મના અનુરાગી બનાવવા માટે પ્રયત્ન કરો. માટે તમે બધા બીજે બધે વિચાર છેડી દઇને અકબરની પાસે જવા માટે મને સમ્મત થાઓ. એજ હું ઈચ્છું છું.” ( સૂરીશ્વર અને સમ્રા )
જગદ્ગુરૂ હીરવિજયસૂરિ મહારાજનો ઉપદેશ અત્યારના તમામ મુનિવર્ગે બરાબર હૃદયમાં ઉતારવો જોઈએ છે. ઉપર્યુક્ત ઉપદેશ, એ શાસન પ્રભાવક સૂરીશ્વરના હૃદયને ફેટ છે. દેશદેશાત્રમાં કષ્ટો
G૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com