________________
( ૧૦ )
શાના ? એની વાર્તા તે હંમેશા ધર્મની વાર્તા હાય. મતાનુ સ્મરણ તેમને પ્રિય હતું.
પુંજાભાઇના મનમાં કાર્યના દ્વેષ મેં કદી અનુભવ્યા નથી. કાર્યને વિષે કટુવચન ખેલતાં મેં પુજાભાઈને સાંભળ્યા નથી.
પુંજાભાઇ વેપારમાં કુશળ હતા, એ પૈસા કમાયા પણ હતા, ધારત તો વધારે કમાઈ શકત પણ રાયચંદભાઇના પ્રસંગમાં આવ્યા પછી તેમણે પોતાના પયારાસ કલ્યા હતા, એવી મારી ઉપર છાપ છે. પુજાભાઇની શાખ પહેલી શ્રેણીની હતી. તેને ત્યાં મુકેલુ દ્રવ્ય દૂધે ધોઈને પાટ્ટુ મળી શકે.
આશ્રમના પૈસાની વ્યવસ્થા પુંજાભાઈ જ કરતા અને લાંબા કાળ લગી ગુજરાત પ્રાંતિક સમિતિના ખજાનચી પણ હતા.
પુજાભાઈ પુણ્યાત્મા હતા, મુમુક્ષુ હતા. આ યુગમાં એના જેવા નિસ્પૃહી મનુષ્યો આંગળીના વેઢા ઉપર ગણાય તેટલાયે મળવા રહેલ પડે.
પુંજાભાઈના સ્પર્શી આશ્રમને પાવન કરનારા હતા. પુજાભાષને ધમ સાંકડા ન હતા. તેના ધમમાં બધા ધર્મને સ્થાન હતું.
આવા પુંજાભાઇ ચિરંજીવી જ છે. આપણે સહુ તેના ગુણનુ ચિંતવન કરીયે. તેના સંબંધને યોગ્ય બનવા પ્રયત્ન કરીએ.
( આશ્રમસમાચારમાં-ગાંધીજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com