SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. ગુરૂઓના સહવાસમાં રાખીને આપણાં બાળકે એની એ સંસારની વાસનાઓમાં ઉછરે. મરજી પડે ત્યારે આશ્રમમાંથી વિદાય પણ થઈ શકે, સંસારની વાસનાઓમાં રચ્યા પચ્યા ગૃહસ્થના સહવાસમાં રાત દિવસ રહે, બલ્ક એ બાળકો ઉપર સંસ્કાર પાડનારા પણ એવાજ ગૃહસ્થીઓ હોય અને તેની સાથે આપણી પ્રાચીન વિદ્યાઓનું શિક્ષણ દૂર રાખી આજકાલની સ્કૂલેનું જ શિક્ષણ કે જે શિક્ષણ આજે એકી અવાજે દેશીલું ગણવામાં આવ્યું છે તે શિક્ષણ અપાય, છતાં આપણે તેને ગુરૂકુળ કહીએ, એને અર્થ શું ? મારા નમ્ર મત પ્રમાણે તો પ્રત્યેક સંસ્થાના સંચાલકેએ સંસ્થાના નામ અને ઉદ્દેશ પ્રમાણે સંસ્થાને યથાયોગ્ય આકારમાં મૂકવા પ્રયત્ન કરવો જોઈએ. જો કે મારું એ કહેવું નથી કે આપણે બહુ પ્રાચીન ગુરૂકુળ પ્રમાણે આ સમયમાં મૂકી શકીએ, તે પણ જેટલા અંશે બને તેટલા અંશે તે તદાકારમાં મૂકવી જ જોઈએ. આથી વિપરીત પદ્ધતિ ચલાવવી, એ તે અનુચિત જ ગણાય. થેડા વખત ઉપર આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે ત્યાંના ગુરૂકુળને ઉપ-- યેગી થાય, એવી કંઈ મારા અનુભવજન્ય સૂચનાઓ લખવાની આજ્ઞા કરેલી, તે વખતે મેં તે સ્પષ્ટ જણાવ્યું હતું કે-જ્યારે ગુરૂ-- કુળ નામ રાખ્યું છે, તે એ સંસ્થામાં રહેનારા બાળકના જીવનને સુસંસ્કારી બનાવવા માટે–એમને રાત-દિવસ ઉપદેશાદિથી સભાવનાવાળા રાખવા માટે આપના બે સારા મુનિરાજોને સંસ્થા સાથે અવશ્ય રાખવા. જો કે એ ખુશી થવા જેવું છે કે પંજાબના ગુરૂકુળમાં સાંભળવા પ્રમાણે ભણવાને કેસ સ્વતંત્ર જ રાખવામાં આવ્યો છે. મુનિરાજોને રાખવાની વ્યવસ્થા થઈ છે કે કેમ? એની મને ખબર નથી. કહેવાની મતલબ કે આપણી સંસ્થાઓએ નામ અને ઉદ્દેશ ૧૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy