________________
જન સાહિત્ય.
છીએ, જે આગમમાં આપણે સર્વ વિદ્યાઓને સમાવેશ માનીએ છીએ અને જે આગમ પ્રત્યે પરમાત્માની વાણી તરીકેપરમાત્માની બરાબર પૂજ્ય બુદ્ધિ ધરાવીએ છીએ તે આગમાં આપણા કરતાં અજૈન વિદ્વાન વર્ગ કેટલું મહત્ત્વ માની રહ્મ છે તે આપણે જોવું જોઈએ છે. આગમ અને બીજા જન સાહિત્યને જેટલે પ્રચાર વધારે, તેટલીજ જૈનધર્મની પ્રભાવના વધારે, એની આપણે દઢતાપૂર્વક ખાત્રી રાખવી જોઈએ છે અને જો એમ માનતા હોઈએ તે તે આગમો અને અન્યાન્ય સાહિત્યના પ્રચાર માટે બહુ છૂટથી ઉદારતાથી આપણે પ્રયન કરવો જોઈએ, પરંતુ મી. ઘે આપણે સંકુચિતતા માટે જે -સાધારણ ઇસાર કર્યો છે, એ ખાસ વિચારવા લાયક છે. જે વિદ્યાને આગળ વધવા ઇચ્છતા હોય, જે વિદ્વાન ધારા અનેક નવા જૈન વિદ્વાને ઉત્પન્ન થવાની સંભાવના હોય, અને જે વિદ્વાને જૈન સાહિત્યને ઉચ્ચ કોટીનું સાહિત્ય સમજતા હોય, તેવા વિદ્વાનો પણ આપણા પ્રકાશિત સાહિત્ય દર્શનથી વંચિત રહે, એ ખરેખર દિલગીર થવું જ કહી શકાય. આપણી હજારે કે લાખોની સમ્પત્તિ ધરાવનારી સંસ્થાઓ પણ વિધાનને છૂટથી પુસ્તક આપવા જેટલી ઉદારતા ન ધરાવે, તે પછી જૈનસાહિત્યના પ્રચારની આશા જ કેમ સખી શકાય ? અન્યાન્ય ધર્મવાળાઓ પિત પિતાના સિદ્ધાંતને પ્રચાર કરવા કેટલું કેટલું કરી રહ્યા છે. એ હવે કેઈથી અજાણ્યું રહ્યું નથી. આવી સ્થિતિમાં પણ આપણે ચૌદમી સદીની સંકુચિતામાં સવાયા કરીએ, એ જગતથી પાછળ રહેવા પ્રયત્ન કરીએ છીએ, એનું જ સૂચક છે. વળી એ પણ ખાસ વિચારવા જેવું કે સંસારમાં મેટે ભાગે સાક્ષરતાની સાથે નિધનતા રહેલી જ જોવાય છે. એવા વિદ્વાને જગતમાં બહુ થોડા જ હશે કે જેઓ સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com