________________
જૈન સાહિત્ય.
( ૧૫ ). “જૈન સાહિત્ય સંબંધી ઉપરના લેખમાં કેટલુંક કહેવામાં આવ્યું છે. હવે આપણે એ વાત ઉપર આવીએ કે છેલ્લા પચીસ વર્ષમાં જૈન સાહિત્યને પ્રચાર થવાથી તેના વિચારમાં કેટલું પરિવર્તન થયું છે અને જૈન સાહિત્ય સંબંધી વિદ્વાને કેવા ઉદ્ગારે કાઢી રહ્યા છે. આ બધા વિચારે અને પરિવર્તને આ ટૂંકા લેખમાં આપવા અશકય છે અને તેથી તેમાંના થોડાક જ અભિપ્રાયો ટાંકીશ.
જર્મન વિદ્વાન ડૉ, હલ કથા સાહિત્યના એક પ્રખર વિદ્વાન ગણાય છે. લગભગ ચાલીસ વર્ષથી તેઓ કથા સાહિત્યને અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પોતાના અભ્યાસના પરિણામે કથા સાહિત્ય સંબંધી એક સ્થળે લખે છે.
“ ભારતવર્ષનું પ્રાયઃ સમસ્ત કથાસાહિત્ય ખરી રીતે તે જૈનેનું જ છે. અને આ સાહિત્ય જેટલું ગદ્યમાં લખેલું છે ત્યાં સુધી ખરેખર તે બોલવામાં આવતી સંસ્કૃત ભાષામાં રચાએલું છે.”
આ વિધાનને એક એ પણ દઢ વિચાર બેસી ગયો છે કે “ જેનાચાર્યો જે ઉપદેશ દે છે–કથાઓ કહે છે, તે નીતિ અને સદાચારથી ભરેલી જ કહે છે.”
આ વાત છે. હટલે આ શબ્દમાં કહી છે?—
The Jainas have always endeavoured to raise the morals of their countrymen.
તેજ પત્રમાં તેમણે એ પણ કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com