________________
સમયને ઓળખે.
અતએવ મુનિવરે ! ખરી મહાવીર જયન્તી ઉજવવી હોય તે સૌથી પહેલાં સાધુ સંગઠન કરે. વિચારેની લેનદેન કરે. અહપદને ત્યાગ કરે, સમાજની નાડ તપાસી સમુચિત ઉપાય કરે. ધર્મ પ્રચારનાં વાસ્તવિક કારણે શોધી કાઢી તે સાધનાધારા વાસ્તવિક ધર્મને પ્રચાર કરે. ધર્મની પ્રભાવનાનાં સમુચિત સાધને પ્રાપ્ત કરે. છડી દે–તમારે દુરાગ્રહ છેડી દે. લક્ષ્ય મહાવીરનું રાખે. જૈનધર્મનું રાખે. તમારા નિમિત્તે ધર્મની નિંદા થતી હોય, તે એવા કામોથી દૂર રહે. મહાવીરને વેષ ધારણ કર્યો છે તો સાચા મહાવીર બને. નીકળી પડે, બહાર નીકળી પડે. ઉપાશ્રયે અને ગામને મેહ મૂકી ઘો, કને સહવા બહાર પડે, ધર્મને પ્રચાર કરવા બહાર પડે, ગામે ગામ ને ગલીએ ગલીયે અને ઘેર ઘેર મહાવીર જયન્તી ઉજવવા બહાર નિકળી પડે. મહાવીરને સત્ય સંદેશ ઘેર ઘેર સંભળાવે. મહાવીરની વાસ્તવિક મહાવીરતા લોકોને બતાવો. લોકોને મહાવીરના–ખરા વીરના ધર્મના અનુરાગી બનાવો. બસ, ખરી મહાવીર જયન્તી આમાંજ રહેલી છે, ખરે મહાવીર ઉપરનો અનુરાગ એમાંજ સમાયેલું છે. ખરા મહાવીરના પુત્ર તરીકેનો દાવો ત્યારે જ મંજૂર થઈ શકે તેમ છે. શાસનદેવ, સૌને મહાવીર બનાવવાનું સામર્થ્ય આપે, એજ ઈછી વિરમું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com