________________
ચાતુર્માસો કર્યો, એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં પોતાના ચારિત્રની છાયાથી લોકેને આકર્ષણ કર્યો, ઘણા આત્માઓને ધર્મમાં જેડયા અને પ્રાયઃ દરવર્ષે એકાએક બહેનને દીક્ષા આપી સંયમી બનાવ્યાં. સુમારે ૪૩ વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં લગભગ શિષ્યા પ્રશિષ્યાદિ કુલ અઢીસે જેટલાં સાધ્વીઓનાં તે ગુરૂણી બન્યાં હતાં. દીક્ષાઓ આપવા માટે જ આપી ન હતી. પણ સમય અને શક્યતાને અનુસારે દરેકને જ્ઞાન અને ક્રિયામાં પૂર્ણ સહાય કરી તેઓનું આત્મહિત સાધવાનું તેઓનું મુખ્ય લક્ષ્ય હતું અને તેમાં તેઓ સમયાનુસાર સફળ પણ થયાં હતાં, દીક્ષિતેમાં મેટે વગ કુલીન, ભેગ સામગ્રી સમ્પન્ન, સ્વજન વર્ગને પ્રિય અને સુશિક્ષિત છે, તેમ ઘણે ભાગ બાલબ્રહ્મચારિણીઓને છે.
તેઓના જીવનમાં ત્યાગ વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા, જીલ્ડા ઉપર સારે કાબૂ હતું, ભાષામાં મધુસ્તા હતી, અપ્રમાદ પણ તે જ હતું અને આશ્રિત વર્ગ પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. થોડા પણ ઉપકારને તેઓ ભૂલતાં ન હતાં, લઘુતા એક શણગાર હતો અને એ બધું હવા સાથે ઉદારતા અદ્ભૂત હતી, ભાવ ઔદાર્ય પણ અનુકરણીય હતું, જ્હાની વાતને પણ સમજી શકતાં છતાં કરવા ગ્યની ઉપેક્ષા પણ કરી શકતાં હતાં. ઉપરાન્ત ગુણાનુરાગથી હૈયું હમેશાં પ્રસન્ન રહેતું, પૂજ્યવર્ગ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયાદિ પણ તેવાં જ સુન્દર હતાં, ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com