________________
•
૧૯૩૯ ના ફાગણ સુદ ૩ ના દિવસે સ્વજનેાની સમ્મતિપૂર્વક તે પણ દીક્ષિત થયાં.
સ'સારી સ્વજનાદિનાં અન્યના તાડવાં કેટલાં દુષ્કર છે, એ બન્યનેાની પાછળ અનાદિ મેાહની વાસનાઓનું કેવું બળ હાય છે અને એક સત્ત્વશાળી આત્મા તેને વિજય કરે છે ત્યારે કેટલાઓને પ્રેરણા મળે છે, વિગેરે ઘણું તાત્ત્વિક રહસ્ય એમાં છૂપાએલું હાય છે એને વિરલા જ સમજી શકે છે, મેાટા ભાગના માનવગણુતા સદૈવ તેનાથી અજ્ઞાત જ રહે છે. ચુનીલાલભાઇની દીક્ષા વખતે દૃઢ વિરોધ કરનારા પણ સ્વજનાદિ વર્ગ પાછળથી ચન્તનમ્હેનની દીક્ષામાં સાથ આપી શક્યું એ પ્રભાવ પૂ. મુનિ શ્રીસિદ્ધિવિજયજીના દૃઢ વૈરાગ્યના અને સત્ત્વના હતા એમ અતિશયાક્તિ વિના કહી શકાય, એટલું જ નહિ તે પછી તા કુલીન આત્માઓની કુલીનતા ઝળકી ઉઠી. પુત્રીની દીક્ષા પછી માતા જયકારમ્હેનને પણ સંસારની અસારતાના ખ્યાલ આવ્યા, તેઓએ પણ દીક્ષા લીધી અને માતા-પુત્રી સાધ્વીજીવનમાં અનુક્રમે ગુરૂણી-શિષ્યા બન્યાં. માતાની દીક્ષા પાછળથી થવા છતાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન તે કાળે વિદ્યમાન પૂ॰ ૫૦ મહારાજ શ્રીરતનવિજયજી ગણીના હાથે વડી દીક્ષા બન્નેની સાથે થઈ, તેમાં માતાનું નામ સાધ્વીજી જયકારશ્રી રાખી ચન્તનહેન તેમનાં શિષ્યા સાધ્વીજી ચન્દનશ્રી બન્યાં. કેટલાક વખત પછી ચન્દ્રનહેનના ગૃહસ્થભાઈ પણ પૂ॰ મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજીના હસ્તે દીક્ષા લઈ તેઓના જ શિષ્ય મુનિ શ્રીપ્રમાદવિજયજી થયા. કેવું સૌભાગ્ય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com