________________
પ્રસ્તાવના.
સુજ્ઞ જૈનબંધુએ થા બહેને.
આપણને સુવિદિતજ છે કે અમહાન પ્રભાવશાળી અવિછીન્ન જેનશાસન સદા જયવંતુ વ છે. આ જેનશાસનના પ્રવર્તાવનાર શ્રીમાન તીર્થંકર ભગવાને છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકર ભગવાન થઈ ગયા છે તેમાં છેલ્લા એટલે વીસમાં તીર્થકર શ્રીમાન મહાવીર ભગવાનના શાસનમાં અનેક પ્રભાવશાળી આચાર્ય, ઉપાધ્યાયજી મહારાજાઓ થઈ ગયા છે તે મહાપુરૂષોએ ભવ્ય જીવોના ઉપગારને માટે અનેક ગ્રંથો ગદ્યમાં પદ્યમાં રચી વારસા તરીકે મુકી ગયા છે. તેમાંથી આ નાનકડા પુસ્તકમાં દરેક મહાન પુરૂષોએ રચેલી વીવો એટલે વાસવિહરમાન તીર્થકરે.ની પૂજાઓ તથા ઉત્તમ પ્રકારની જરૂરી પ્રસિદ્ધ અપ્રસિદ્ધ પૂજાઓ તથા રાજનગર તીર્થમાલા તથા શેઠજીને ફેટો નાંખી આ પુસ્તક સમાપ્ત કરવામાં આવ્યું છે. આ પુસ્તક અમદાવાદના વીમા પોરવાડ જ્ઞાતીના સુપ્રસિદ્ધ શેઠ વાડીલાલ લલ્લુભાઈની વિધવા શેઠાણું બહેન ચચલબહેનની સંપૂર્ણ આથિક સહાયતાથી બહાર પાડવામાં આવેલું છે. જેઓ બાલ્યાવસ્થાથી વૈધવ્યપણાને પામેલાં છતાં પણ સત્સંગથી તેમજ ધર્મ ઉપર સંપૂર્ણ પ્રેમ હોવાથી નિષ્કક રીતે સદા ધર્મ ધાનાદિકમાં જોડાયેલા રહી પિતાના દ્રવ્યનો ધર્મ માર્ગમાં તેમાં પણ વિશેષે કરી જ્ઞાન માર્ગમાં સારો વ્યય કરે છે. તેમને ઉજમણું સ્વામી વસ્તલે વિગેરે ઘણુએ શુભ કાર્યો કર્યા છે તેમને સાધુસાધ્વઓ ઉપર ઘણેજ સારે ભક્તિભાવ છે. તેમાં પણ વિશેષ કરી પરમપૂજ્ય ગુરૂણીજી મહારાજ શ્રી સૌભાગ્યશ્રીજી ઉપર તથા તેમની શિષ્યા ચંપાશ્રીજી તથા તેમની સુશિષ્યા પ્રભાશ્રીજી ઉપર અત્યંત ભક્તિભાવ જણાય છે. હમણુંજ ગઈ સાલમાં એટલે ૧૯૮૦ સાલમાં ગુરૂણીજી મહારાજ શ્રી પ્રભાશ્રીજીના ઉપદેશથી તેમને એક મહાન ગ્રંથ નામે ઉપદેશમાળા ભાષાંતર સહિત રૂ. ૨૧૦૦ ના ખર્ચે નકલ ૧૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com