________________
૫૭
માં રહીને માં એ જીવ છે. નાના અસ્તિત્વ પણ એક
કે રાષ્ટ્રનું પ્રાણી છે. કોઈપણ જાતિ જરૂર પડે તે “અહુદીઓની માફક ઘરબાર વિના રહીને પણ પિતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે, જે તે પ્રાણપણે પિતાની સંસ્કૃતિને વળગી રહે છે. પરંતુ જ્યારે તે પિતાની સંસ્કૃતિને ગુમાવી બેસે છે ત્યારે તે તે પિતાના ઘરબારને વળગી રહેવા છતાં પણ એક
સ્વતંત્ર અને વિશિષ્ટ જાતિ કે રાષ્ટ્ર તરીકેના પિતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સાવ અસમર્થ જ નીવડે છે. ગ્રીકે, મને તેમજ ઇજિપસીયનની બાબતમાં એમ જ બન્યું હતું ને? આ સુદૂર આફ્રિકાના પ્રદેશમાં રહીને પણ અહીંના ભારતવાસીઓ ભારતીય સંસ્કૃતિને વળગી રહેવાથી જ અને આ ખંડમાં તેને સારી પેઠે પ્રચાર કરવાથી જ. આ પ્રદેશમાં પોતાના સ્વતંત્ર અસ્તિત્વને જાળવી રાખી શકશે.”
ત્યાર પછી પૂજા, આરતિ, સામુદાયિક પ્રાર્થના, અને પ્રસાદની વહેંચણી થઈ હતી. શ્રી હીરજી ભગત અને તેમની મંડળી (નાકુરૂવાળા) તરફથી અખંડ કીર્તનને કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા.
તા. ૧૩મીએ સવારે ૧ વાગે સાર્વજનિક શાંતિયજ્ઞનું અનુષ્ઠાન થયું હતું અને એ પ્રસંગે સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ યજ્ઞનું રહસ્ય સારી પેઠે સમજાવ્યું હતું.
ભારતીય મહિલા સંમેલન બપોરે રા વાગે શ્રી સરસ્વતી શેઠીના પ્રમુખપદે ભારતીય મહિલા સંમેલનનું અધિવેશન ભરાયું હતું. જેમાં શ્રી મનોરમાબેન હીલ, શ્રી કુસુમબેન વડગામા, શ્રી શાંતિબેન શર્મા, શ્રી લલીતાબેન દેશાઈ, શ્રી દમયંતિબેન આદલજા, શ્રી વિદ્યાવતી ખન્ના વગેરે શ્રી વક્તાઓએ “ભારતીય નારી જીવનને આદર્શ ” વિષે વ્યાખ્યાને આપ્યાં હતાં.
સ્વામી શ્રી અદ્વૈતાનંવએ પિતાના પ્રવચનમાં ભારતીય નારી જીવનની વિશિષ્ટતા પ્રત્યે ઉપસ્થિત સ્ત્રીઓની દષ્ટિ સારી પેઠે આકર્ષિત કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com