________________
થતી નથી છતાં આ કાર્યોના સમયે શ્રાવકને જેટલા અશમાં રાગ થાય છે, તેટલા અંશમાં શુભબંધ થાય છે, અને જેટલા અંશોમાં વિતરાગતા છે તેટલા અંશમાં સંવર અને નિર્જરા થાય છે.' વસ્તુ સ્વભાવ એજ ધર્મ છે
જેમ મનુષ્ય એક વસ્તુ છે, તેમ તેને પર્યાય શ્રાવક પણ એક વસ્તુ છે. તે શ્રાવકરૂપ વસ્તુને સ્વભાવ જ તેને ધર્મ છે. પોતાના ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી અને તેને આદર, સત્કાર અને અર્ચનાદિ કરવાં કૃતજ્ઞ શ્રાવકનું કર્તવ્ય અથવા ધર્મ છે. ભગવાનની પૂજા કરવી એજ કૃતજ્ઞતાનું અગત્યનું અંગ છે. એટલા માટે દેવપૂજા કરવી તે કૃતજ્ઞ માનવનું કર્તવ્ય-ધર્મ અથવા સ્વભાવ છે. એટલે તે હેય નહીં પણ સર્વથા ઉપાદેય છે. અથવા શ્રાવકને વિતરાગતા રૂચે છે એટલે વિતર ગતાની પ્રાપ્તિ માટે વિતરાગ દેવની ઉપાસના કરે છે. જેમ દેવપૂજાદિ શ્રાવકને ધર્મ છે તેમ દાન આપવું અર્થાત ત્યાગ પણ ધર્મ છે. ધર્મ કદી હેય હોય નહિ પણ ઉપાદેય હેયજ, જે દેવપુજા દાનાદિને બંધના કારણ કહી હેય બતાવે છે તે છે તે જ હેય અને શોચનીય છે. પુણ્ય હેય નથી, ઉપાદેય છે.
શ્રી ગુણભદ્રાચાર્ય શ્રી આત્માનું શાસન ગ્રંથરાજના ૨૩ માં શ્લોકમાં ઉપદેશ છે કે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com