________________
૧૩ .
जे णयदिदिविहणा ताण बत्थूसहावउवलद्धो। કહ્યુfષદૂ સમાજf તિ .
જે નયદષ્ટિથી વિહિન છે. તેમને વધુ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી અને જે વસ્તુ સ્વભાવની પ્રાપ્તિથી શૂન્ય છે તેમને સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહેવાય?
સમયસારમાંનું બધું કથન મોટા ભાગે મુનિયો માટે શુદ્ધ એક નયની મુખ્યતાથી કરવામાં આવ્યું છે. માત્ર સમયસાર વાંચવાવાળે એકજ નયનો વિચાર કરશે કારણકે તેની સમક્ષ એ એકજ છે અને પરિણામે તે એકાંતિક મિથ્યા દષ્ટિ બની જશે અને બીજાઓને બનાવશે. પરંતુ જેમણે બીજા બધાજ પ્રકારનાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને જે લોકવણાદિથી દર છે તે જે વાસ્તવિક તત્ત્વજ્ઞ યાને તપદેશક બની શકે છે. જેને શ્રી ૧૦૮ અમૃતચંદ્રાચાર્ય મહારાજે “નયવિત” શબ્દ દ્વારા ઓળખાવ્યો છે. સમય સારાદિને વાંચ્યા પહેલાં જે તેઓ પુરુષાર્થસિદ્ધયુપાય, રત્નકરંડ શ્રાવકાચારદિ ગ્રંથો વાંચ-સંભળાવે તે એમનું અને શ્રેતા એવી જનતાનું અધિક કલ્યાણ થઈ શકે. નિશ્ચય અને વ્યવહાર
વસ્તુ સ્વભાવને વિચાર નિશ્ચય અને વ્યવહાર એમ બંને પ્રકારથી હોય છે. કોઈ વખત એક ગૌણ અને બીજી મુખ્ય તે બીજી વખત પેલી મુખ્યને જે ગૌણ હતી તે મુખ્ય બને છે, બનાવાય છે. દા. ત. એક માણસને બે છોકરા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com