________________
કામ કરે છે. દર્શનને સંબંધ વિચાર સાથે છે જ્યારે ધર્મને સંબધ આચાર અગર આચરણ સાથે છે.
દ્રવ્ય, તત્ત્વ, પાર્થ વગેરે કેટલાં છે અને તેમનું સ્વરૂપ શું છે? આત્મા છે કે નથી, છે તે તેનું સ્વરૂપ કેવું છે? પુર્નજન્મ છે કે નથી, છે તે કેવી રીતે છે? કાઈ સૃષ્ટિકર્તા છે કે નહિં, છે તે કેવી રીતે છે? આવા આ પ્રશ્નો લઈને જયાં યુક્તિ અને પ્રમાણેથી કેઇ સિદ્ધાંતને સિદ્ધ કરવાનું હોય છે તેને દર્શન કહે છે, જે વિચાર સાથે સંબંધ ધવે છે. ધર્મમાં ઉપાદેય શું છે. અને હેય શું શું છે. આપણે શું ખાવું પીવું અને કેમ ખાવું પીવું. પૂજન, સામાયિક, પ્રતિક્રમાણાદિ કેવી રીતે કરવા, જુઠ બોલવું નહિ, ચોરી કરવી નહિ, હિંસા આચરવી નહિ વગેરે વાતનું વિધાન હોય કે પ્રતિપાદન થતેનું નામ ધમ અને તેથી ધર્મને સંબંધ આચાર યાને આચરણ સાથે છે.
સિદ્ધાંત અથવા વિચાર અને ધર્મ અથવા આચ ૨ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે મેટા ભાગે સંસારમાં આચાર અનુસાર વિચાર અને વિચાર અનુસાર આચાર દેખવામાં આવે છે. વિચાર પ્રમાણે જ મનુષ્યનું આચરણ ઘડાય છે. જે ભગવાનની પૂજા કરવામાં કર્મ બંધ માને છે તે ભગવાનની પૂજા શા માટે કરશે ? જે જીવદયા અગર અહિંસામાં ધર્મ માનતું નથી તે કોઈને મરતે શા માટે બચાવશે અગર મારતે રોકશે કેમ? જેને સત્ય બેલવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com