________________
(૮૮)
સંગમમાં પ્રવૃત્તિ કરાવી દે, તેથી તેઓને પણ પરસ્પર સંપૂર્ણ સાવધાનીથી ચેતીને ચલાવવામાંજ આ મંત્રનું તાત્પર્ય છે, નહિ કે તે ઘેર કુકર્મને ઉત્તેજન આપવામાં. એટલા માટેજ શ્રી મનુમહારાજે પણ લખ્યું છે કે
मात्रा स्वस्रा दुहित्रा वा म विविक्तासनो भवेत् ।
बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥
અર્થ – પુરૂષે, માતા, બેન અથવા દીકરી સાથે એકાંતમાં બેસવું નહિં; કારણકે ઇતિઓને બળવાન સમૂહ વિદ્વાનને પણ મેહિત કરી દે છે.
વિશેષમાં વળી એક અત્યંત મહત્વની બાબત આ પુસ્તકના સુવાચકવૃંદ સમક્ષ દર્શાવાની હું અનુજ્ઞા લઉં છું કે –“જે પ્રકારે શિષ્ટ, વિચારશીલ, ધર્માનુષ્ઠાનયુક્ત તેમજ રાગદ્વેષ અને નિષિદ્ધાચારથી રહિત તથા સત્યહિતમિતભાષણશીલ ધર્મકામવાળા મહર્ષિનુમહારાજ, યોગીયાઝવાક્ય પ્રતિ ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓએ શાસ્ત્રમાં જે જે સદાચારનું નિરૂપણ કર્યું છે, તે તે આચારનું જ મનુષ્ય સેવન કરવું. પિતાની શુદ્ધ અને તુચ્છ બુદ્ધિના પ્રભાવથી–
सूक्ष्मात्सूक्ष्मतरो धर्मस्तस्मात्सूक्ष्म न किंचन ।
दुर्विभाव्यस्ततो धर्मः कविभिः सूक्ष्मदर्शिभिः॥
અર્થ –ધર્મ સૂક્ષ્મવસ્તુથી પણ અતિસૂક્ષ્મ છે અને તેનાથી અન્ય કોઈપણ વસ્તુ સૂક્ષ્મ નથી; આથી ધર્મ સૂક્ષ્મદર્શી ઋષિમુનિઓથી પણ મહામુશ્કેલીથી જાણી શકાય તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com