________________
( ૮૦ ).
સુજ્ઞ સજનો સંપૂર્ણ લક્ષ આપશે, એવી આશા છે. હાલમાં આ ધાર્મિકનગરમાં તા. ૮ તથા ૯-૧-૨૫ દિનેએ રામવાડી આદિ સ્થલોએ અમારી સનાતનધર્મસભાઓમાં “અસ્પૃશ્યતા સિદ્ધિ” એ વિષય પર સ્થાનિક તેમજ બહારના વિદ્વાનોનાં વ્યાખ્યાનો ચાલુ રહેશે, એ વિષય તમને સુવિદિત કરી હું મારી લેખિનીને વિરામ આપું છું.
લી. ચુનીલાલ છોટમલાલ બોહરા મંત્રી, સનાતનધર્મપ્રવર્તક મંડળ,
ભાવનગર. ઉપર લખેલા ચતુર્થ આહાનને પ્રત્યુત્તર મને ગાંધીજી તરફથી નહિ મળતાં “ગાંધીજીને પવિત્ર સંદેશ" એ નિમ્નલિખિત શીર્ષકવાળા લેખની ત્રણ નકલે મેં સુપ્રસિદ્ધ “ગુજરાતી ” પત્રમાં, “સનાતનધર્મ કેસરીમાં” તથા સ્વધર્મ સ્વરાજ્યમાં પ્રસિદ્ધ થવા મોકલી હતી –
ગાંધીજીને પવિત્ર સંદેશ.
અસ્પૃશ્યતાસિદ્ધિ માટે ગાંધીજી પ્રતિ ચતુર્થ આહાન છપાવી. કાઠીઆવાડ રાજકીય પરિષદ્દના સંમેલન પ્રસંગે ભાવનગર મુકામે તખ્ત“વર પ્લેટ ઉપર ગાંધીજીના નિવાસ સ્થાને તે આહાનની પચીશ પ્રત તા. ૮-૧-૨૫ દિને સવારે સનાતનધર્મપ્રવર્તક મંડળના નેકર દ્વારા ગાંધીજીને મોકલવામાં આવી હતી, કિંતુ બંગલાના કોઈ પણ પુરૂષે મંડળના નોકરને ગાંધીજીને રૂબરૂ થવા દેવાને અવકાશ પણ આપ્યો ન હતો, તેમજ બંગલામાં કોઈપણ મનુષ્ય ગાંધીજીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com