________________
(૯૦)
ગાંધીજી કહે છે કે –“અસ્પૃશ્યતા અહિંસાને વિરોધી ધર્મ છે” આ સબંધે લખવાનું કે અસ્પૃશ્યતા એજે અહિંસાનો વિરોધી ધર્મ હત, તે જે ત્રિકાલદર્શ ઋષિમુનિઓએ પિતાનું સમગ્ર જીવન અહિમામય રીતિથી વ્યતીત કર્યું છે, તે મહર્ષિઓ કદાપિ કાલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાને સ્પષ્ટ નિષેધ કરતજ નહિં; વળી ગાંધીજીએ મુસલમાન સાથે તેમજ અંત્યજ સાથે ભોજન વ્યવહાર શરૂ કરી, જે હિંદુધર્મનું અપમાન કર્યું છે, તે “હિંદુધર્મને હું અભિમાની છું અને હિંદુશાસ્ત્રોને હું માનનારે છું, ” એમ કહી ધર્માધર્મને નિર્ણય કરવા કટિબદ્ધ થાય તેમજ જે ઋષિમુનિઓએ વેગ, સમાધિ, ઉગ્રતપશ્ચર્યા આદિ અનેક પ્રકારનાં દારૂણ પરિશ્રમ તથા ઘેર કષ્ટો કેવળ નિઃસ્વાર્થવૃત્તિથી જ વેડી લેકકલ્યાણને અર્થે ધર્મશાસ્ત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ તથા અતિશુક-ચાંડાલ આદિના ઉદ્ધાર માટે પોતપોતાની જાતિવિહિત કર્માનુકાનદ્વારા અસંખ્ય ઉપાયે દર્શાવ્યા છે, તે કરૂણાસાગર હિંદુધર્મશાસ્ત્રોના પ્રણેતાઓ ઋષિમુનિઓને શયતાન કહી અધર્મને ધર્મ મનાવે, એનાથી બીજું ખેદમૂલક, આશ્ચર્યજનક, મર્મવેધક તેમજ હૃદયભેદક શું હોઈ શકે ?
ગાંધીજી ને જન્મ એક ચુસ્ત વૈષ્ણવકુટુંબમાં હોવા છતાં તેઓએ + માંસભક્ષણ તથા ૪ ઈંડાનું સેવન કર્યું છે, તેથી તેમના સમગ્ર વૈષ્ણવકુટુંબને એ એક ભારેમાં ભારે અપકીર્તિ તથા લાંછન લાગ્યું છે, એ વાત સહેજે સૌ કોઈ સ્વીકારી લે તેમાં કાંઈ વિસ્મય નથી. આથી ગાંધીજીને શ્રીકૃસિંહ મેતા આદિની ઉપમા આપનાર તથા મહાત્મા–એ ઉપનામ આપનાર પુરૂષો સંપૂર્ણ
+ આત્મકથાનું પ્રક. ૪૦ આત્મકથાનું પૃષ્ઠ. ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com