________________
( ૬૫ )
બહુબહુવાર સ્નાન કરાવવામાં આવે તો પણ તે ગધેડે ઘડો થતે જ નથી, તેમ અંત્યજ આદિ અસ્પૃશ્ય જતિ બહુ બહુ સ્નાન કરવાથી પણ સ્પર્શ કરવાને યોગ્ય થતી જ નથી. તેમજ વળી અસત્ય અને પાખંડરૂપ પાપાચરણ કરનારાને શાસ્ત્રકારોએ કાઈપણ સ્થલે અસ્પૃશ્ય ગણ્યા નથી. શસ્પર્શ તથા શસ્ત્રક્રિયા આદિ મલિન કાર્ય કરી રહ્યા પછી ડાકટરમાં કેવળ શારીરિક આગંતુક મલિનતા આવેલ હોવાથી તે મલ સ્નાનથી દુર થઈ શકે છે, તેથી શાસ્ત્રકારોએ અંત્યજોની માફક તેમને અસ્પૃશ્ય ગણ્યા નથી.
ગાંધીજી કહે છે કે –“ભંગીની મલિનતા તે હાડ નથી ઘાલતી” તે આ સંબંધે લખવાનું કે પ્રબળ પાપપુજનાજ પરિપાકને લીધે અતિશ્રદ્ધ-ચાંડાલ યોનિમાં જન્મ થવાથી મલિન પાપી પરમાણુઓથી ચાંડાલ આદિ અસ્પૃશ્ય જાતિને દેહ ઘડાએલ છે, જેથી ચાંડાલ આદિની મલિનતા તેના શરીરના રસ, રૂધિર, માંસ, અસ્થિ આદિ સપ્તધાતુઓમાં ઓતપ્રોત થઈ ગએલ હોવાથી, તે મલિનતા અનેકાનેક વખત સ્નાન કરવાથી પણ નીકળી શકતી નથી, જેને પરિણામે તે ચાંડાલ મરણપર્યંત અસ્પૃશ્યજ રહે છે. પરંતુ ચાંડાલયોનિમાં જન્મ ધારણ કરી જે તે પિતપિતાનાં શાસ્ત્રવિહિત કર્મો શુદ્ધ નિષ્ઠાથી કર્યા કરે, તે તે ચાંડાલ હોત અન્ય જન્મમાં અસત શનિ કરતાં કંઈક દરજે ઉચ્ચ એવી શદ્રોનિમાં તેને જન્મ થવાથી સ્પર્શ કરવાને યોગ્ય બની શકે છે.
ગાંધીજી કહે છે કે –“ભગીનો ધધો આખા જગતને ઉપકારક છે” એટલુંજ નહિં પરંતુ અમારી તે એવી દૃઢ માન્યતા છે કે શાસ્ત્રદષ્ટિએ સમગ્ર ચાતુર્વણ્ય પ્રજાને પિતપિતાને શાસ્ત્રવિહિત પંથે એજ રીતે આખા જગતને ઉપકારક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com