________________
( 3 )
લખેછે તેમ હર ! હર !! મહાદેવ ! ! ! કાઇ શ્રવણુપથપર લેતુંજ નથી. માટે પતનાં તાઃ સમુધ્રૂથાઃ ॥ “પરમ ઉંચાઇએ પહેાંચેલ વસ્તુને જરૂર અધઃપાત થવાનેાજ,” એ ન્યાયે આપણે અધાતિની પૂર્ણ પરાકાષ્ટાએ પહોંચી વળ્યા પહેલાં જ શુદ્ધિપર આવી જઇએ તે વધારે સારૂં, નિહતા પછી જમો મવિતવ્યતાયાઃ ॥ ભાવીનુ ખલ અપારજ હોયછે; અર્થાત્ કે ભવિષ્યમાં આપણા ઉપર અનેક પ્રકારની આપત્તિએ આવવાની હોવાથી આપણી સદ્ગુદ્ધિ કયાંથી જ થાય ? આ વિષયના સમનમાં એક સુભાષિતકાર લખે છે કેઃ—
-
पौलस्त्यः कथमन्यदारहरणे देोषं न विज्ञातवान् रामेणापि कथं न हेमहरिणस्यासंभवा लक्षितः । अक्षैश्वापि युधिष्ठिरेण सहसा प्राप्तो ह्यनर्थः कथम् प्रत्यासन्नविपत्तिमूढमनसां प्रायो मतिः क्षीयते ॥ न भूतपूर्वो न च केन दृष्टो हेम्नः कुरंगो न कदापि वार्ता | तथापि तृष्णा रघुनंदनस्य विनाशकाले विपरीतबुद्धिः ॥
-
એ
અર્થ: સંપૂર્ણ વેદજ્ઞાતા, લંકાધિપતિ, રાજા રાવણને પરસ્ત્રીનુ હરણુ કરવાથી અનિષ્ટ પરિણામજ આવે, એ વાતનું જ્ઞાન કેમ થયું ન હતું ? અયાધ્યાધિપતિ, દશરથનંદન, ઇશ્વરાવતારધા, મહારાજાધિરાજ, શ્રીરામ યદ્રજીને સુવર્ણના મૃગને સદા અસંભવજ છે, વાતનું જ્ઞાન કેમ થયું ન હતું ? તેમજ અજાતશત્રુ, ધરાજ, યુધિ ષ્ઠિરને ઘત રમવાથી સત્વર મહાન્ અનજ થાયછે, એ વાતનુ જ્ઞાન કેમ થયું ન હતું ? ઉપરના દૃષ્ટાંતાપરથી એ નિશ્ચય થાય છે કે પાસેજ આવી પહોંચેલ વિપત્તિઓને લીધે મનુષ્યાની ચિત્તવૃત્તિ મૂઢ બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com