________________
ભૂમિકા.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ પુરૂષાર્થ ચતુષ્ટય છે, તેમાં ધર્મ એ પ્રથમ અને મુખ્ય પુરૂષાર્થની સિદ્ધિથી જ અવશિષ્ટ પુરૂષાર્થત્રયઅર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય છે, એ અતિ મહત્વને વિષય આપણા પ્રાચીન ત્રિકાલક્ષ ઋષિમુનિઓએ આપણું આર્યધર્મશાસ્ત્રોમાં નિર્વિવાદરીતે અને નિસંદેહરીતે સુસિદ્ધ કરેલ છે, અર્થાત કે ધર્મની ઉન્નતિથીજ અર્થ, કામ અને મોક્ષ ઉન્નત સ્થિતિમાં આવે છે. આ કરાલ તથા ઘોર કલિયુગના દુષ્ટ, દુસ્તર અને દુર્ઘટ સમયમાં જનસમૂહમાં સનાતનવૈદિક ધર્મને હાસ અને અવનત દશા તેમજ ઇતર અવૈદિકધર્મ, પંથ, મતમતાંતર, સમાજ, સેસાઇટી આદિની અભિવૃદ્ધિ દિનપ્રતિદિન આપણું નયનગોચર થતાં જાય છે, તેવા અંત્યત દારૂણ અને હદયવિદારક સમયમાં જનસમુદાયમાં વૈદિક ધર્મના તે થતા હાસને સત્વર નિષેધ કરવા તેમજ અંત્યત વિસ્તારપૂર્વક જનમંડળમાં તે ધર્મના આચારવિચારનો પ્રચુર પ્રચાર કરવા વિક્રમ સંવત્સર. ૧૯૬૫ના માઘમાસના કૃષ્ણપક્ષની પ્રતિપદા ખીસ્તાબ્દ. તા. ૬-૨-૧૯૦૯ મંદવારે આ ભાવિક અને ધાર્મિક નગરમાં-બ્રીસનાતનધર્મ પ્રર્વતકમંડળ”— નામે એક વૈદિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર્વશક્તિમાન પરમાત્માના પરિપૂર્ણ અનુગ્રહવશાત તેમજ આ નગરની સનાતન ધર્મનું અભિમાન રાખનારી ચાતુર્વર્ય પ્રજા તરફથી દ્રવ્યની ઉચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com