________________
(૩૭)
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ અર્થ -વિવેકભ્રષ્ટ પુરૂષોને હજારે પ્રકારે નાશ થાય છે; એ ન્યાયે અનાચારની પરંપરાથી વર્ણાશ્રમધર્મમર્યાદા છિન્નભિન્ન દશાને પ્રાપ્ત થતાં મળનાર “ સ્વરાજ્ય ” ની સ્વપ્નમાં પણ ઈચ્છા રાખવી નહિ, એવી આપણે સર્વ દેશબંધુઓ પ્રતિ મારી નમ્ર પ્રાર્થના છે.
શ્રીમદ્ વેદવ્યાસજીએ કહ્યું છે કેआहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥
અર્થ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ પશુઓમાં તથા મનુષ્યોમાં સમાન છે, પરંતુ મનુષ્યમાં ધર્મ અધિક છે કે જે પશુઓમાં નથી, જેથી ધર્મ વિનાના મનુષ્યો પશુતુલ્ય ગણાય છે. આ ના ભાવાર્થ અનુસાર જેમ જેમ મનુષ્યો ધર્મ પરિત્યાગ કરતા જશે, તેમ તેમ મનુષ્યને સર્વ વ્યવહાર, પશુતુલ્ય બનતો જાય છે અને જશે, એ વાત સોંશે શાસ્ત્રસંમત હેવાથી નિઃસંશય છે અને તેમનો પુનર્જન્મ પ્રબલ પાપકર્મોના પરિપાકને લીધે પિપનિ અથવા પશુયોનિમાં થશે, એવાત નિર્વિવાદ છે; વિષ્ણુધર્મોત્તર તથા ઉમામહેશ્વર સંવાદમાં લખ્યું છે કે –
श्वपाकपुल्कसादीनां कुत्सितानामचेतसाम् ।
कुलेषु तेऽभिजायंते ह्यधर्मोन्नतिकारकाः ॥ અર્થ:–અધર્મની ઉન્નતિ કરનારા પુરૂષોને જન્મ, કુકર્મ કરનારા તેમજ વિચારબુદ્ધિ વિનાના શ્વપાક, ચાંડાલ, પુલ્કસ આદિ અધમ યોનિમાં થાય છે. આથીજ કેટલાકને પિતાને આગામી જન્મ અંત્યજયોનિમાં થવાનું ભાવિ સૂચન થઈ રહ્યું છે. વૃદ્ધશાતાપ મુનિ પણ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com