________________
(૨૭)
धार्यते यत्प्रभावेण ब्रह्मांडें सचराचरम् । नियम्यते यतस्तस्माद्धर्म इत्यभिधीयते ॥
અ:-જે ધર્મના પ્રભાવથકી આ સચરાચર બ્રહ્માંડ ધારણ થઇ રહ્યુ છે, અને જેના પ્રભાવથીજ તે નિયમમાં રહ્યું છે, તેથી તેનેજ ધર્મ કહેવામાં આવે છે. આ સ્મૃતિવચનના સમર્થનમાં ભગવતી શ્રુતિ પણ કહેછે કેઃ—
भीषास्मात्पवते वायुर्भीषोदेति दिवाकरः । भीषास्मादग्निरिंद्रश्च मृत्युर्धावति पंचमः ॥
અર્થાત્ સૂ, નક્ષત્રો, ગ્રહેા, તારાગણુ, ચંદ્રમા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્ર, મૃત્યુ આદિ દેવતાગણ, પંચમહાભૂતા તથા અન્ય સ સ્થાવરજંગમાત્મક પદાર્થા જગન્નિયતાથી ભયંત્રસ્ત અની સૃષ્ટિના આરંભથી માંડી અદ્યાપિ પર્યંત પાતપાતાનાં કાર્યાં, તેમને માત્ર એકજવખત દર્શાવી દીધેલી ધ મર્યાદા પ્રમાણેજ કરી રહ્યાં છે, એટલે કે તેઓએ આજ દિવસ સુધી તે તે ધમર્યાદાઓનુ લેશ માત્ર ઉલ્લંધન કર્યું નથી. અત્ર સ્થલે સાથેસાથ એ પણ દર્શાવી દેવાની આવશ્યકતા પ્રતીત થાય છે કે પરમેશ્વરની સમગ્ર સૃષ્ટિમાં મનુષ્યવ્યકિત એક અતિ સ્વચ્છંદી, વિલક્ષણ, નિરંકુશ તેમજ ઉચ્છ્વ ખલ પ્રાણી હોવાથી તેમના પરમ કલ્યાણને અર્થે તેમને યાગ્ય ધમર્યાદામાં રાખવા માટે
श्रुतिस्मृती ममैवाज्ञे यस्ते उल्लंघ्य वर्तते ।
आज्ञाच्छेदी मम द्वेषी न स भक्तो न वैष्णवः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com