________________
(
૧ ).
ગવિદ્યાના પ્રભાવથી અનેકવિધ અદ્દભુત શક્તિ ધરાવતા હતા, જેઓની અહિંસાવતની પ્રતિષ્ઠાને લીધે નૈસર્ગિક રીતે પરસ્પર વેરભાવ ધારણ કરનારાં પ્રાણીઓ પણ જેઓની સાન્નિધ્યમાં પોતાના વૈરભાવને પરિત્યાગ કરી પરસ્પર મિત્રતાથી વતી સ્વચ્છેદે આનંદથી વિચરતાં હતાં, જેઓના સત્યવ્રતની પ્રતિષ્ઠાને લીધે જે જે વચન તેઓ બોલતા, તે તે વચન પ્રમાણેજ થતું હતું, જેઓએ અસામાન્ય પરિશ્રમ આદિ ઉઠાવી કેવલ પારમાર્થિકવૃત્તિથી જ ઋતંભરા પ્રજ્ઞા સમાધિદ્વારા પરમાત્માની સાક્ષાત આજ્ઞા–કાયદાકાનુનરૂપ કૃતિઓ તથા સ્મૃતિઓને, સમગ્ર ચાતુવૈર્યપ્રજાના એહક તથા પારલૌકિક શ્રેયને માટે, સાક્ષાત્કાર કર્યો હતું, જેઓનાં પ્રાતઃ સ્મરણીય નામોનું સંકીર્તન કરી અદ્યાપિ પણ સમસ્ત ચાતુર્વર્ય પ્રજા પિતાની વાણીને પવિત્ર કરે છે, જેઓએ આપણા ઉપર કરેલી અનિર્વચનીય ઉપકારપરંપરારૂપી મહાન ઋણમાંથી આપણે રાણકાલમાં કેટિ ઉપાય પણ મુક્ત થઈ શકીએ તેમ નથી, જેઓએ કરેલા અનંત ઉપકારના પ્રત્યુપકારનિમિત્તે ચાતુર્વર્ણપ્રજા તર્પણ આદિ નિત્યકર્મોદ્વારા તેઓના ઋણમાંથી માત્ર યત્કિંચિદશે મુક્ત થવા પ્રબલ પ્રયાસ કરે છે, જેઓનાં ચરણકમલનાં રજકણેથી પવિત્ર થયેલી આ ભારતભૂમિમાં જન્મ લેવાને સ્વર્ગીય સુખના પણ પરિત્યાગપૂર્વક અક્ષરધામની પ્રાપ્તિ માટે સ્વર્ગના દેવતાઓ પણ અહર્નિશ જપ જપી રહ્યા છે, જેના અકાટય, અચલ અને અખંડનીય સિદ્ધાંત અનુસાર વતન કરી અસંખ્ય મહાપુરૂષો આ એપાર તથા અગાધ સંસારસાગર ઉત્તીર્ણ કરી ગયા છે, જેઓએ રચેલાં શાસ્ત્રોનાં વિધિનિષેધવચને પ્રમાણે નહિ વર્તવાથી સમરત હિંદુ પ્રજા આજ અનેક પ્રકારની દારૂણું દૈવી આપત્તિઓ ભોગવી રહી છે, એટલું જ નહિં તુિ દિનપ્રતિદિન ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com