________________
નિવેદન
Milllllllll
શ્રી જેન આત્માનંદ શતાબ્દિ સીરીઝનું આ છઠું પુસ્તક પૂજાપ્રેમીઓના, પ્રભુભક્તિ ભાવિતાન્ત:કરણ સજન મહાનુભાના કરકમલમાં આપતાં અત્યંત આનંદ થાય છે. આ શતાબ્દિ સીરીઝને દરેક આત્મા લાભ લઈ શકે એ ઈરાદાથી આવા પૂજાનાં સુંદર પુસ્તક પણ આપવા યોગ્ય ધારી આ પુસ્તકને સીરીઝના છઠ્ઠા નંબર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
આ પૂજા છપાવવામાં સહુથી પ્રથમ ઉત્સાહિત કરનાર કેટ (મુંબઈ) જૈન મિત્ર સભા છે. કોટમાં દર રવિવારે ઉક્ત સભા તરફથી જુદી જુદી પૂજાએ ભણાવાય છે અને સેંકડે આત્માઓ લાભ ઉઠાવે છે. તેમાં પણ જ્યારે આચાર્યશ્રીવિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની રચેલી પૂજા આજે છે એવી ખબર પડે છે કે માનવસાગર હર્ષિત થઈ પૂજામાં આવીને સહુથી પ્રથમ ચેપડીઓ લઈને બેસી જાય છે.
આજ સુધી શ્રી આચાર્ય મહારાજની રચેલી પૂજાએ શાસ્ત્રી મરાઠી ટાઈપમાં છપાઈ છે. તેવા અક્ષરોથી અનભિજ્ઞ ઘણા સ્ત્રી, પુરૂષોને તે અક્ષરો વાંચતાં હરક્ત પડે છે. તેથી કેટ જૈન મિત્ર સભાએ ગુજરાતી અક્ષરમાં છપાય તે વધારે સારું, ને દરેક આત્મા સારી રીતે લાભ લઈ શકે એ ઇરાદાથી આ ત્રણ પૂજાઓ બ્રહ્મચર્ય-ચારિત્ર પૂજ, પંચતીર્થ પૂજા, અને પંચ પરમેષ્ઠિ પૂજા છપાવવા માટે જણાવ્યું. પ્રાય: આ ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com